કેનેડાઃ કેનેડામાં બોરસદના પામોલની યુવતીની લાશ મળી આવી છે. મળતી જાણકારી અનુસાર, ત્રણ વર્ષથી કેનેડામાં રહેતી હિરલ પટેલની હત્યા થઇ હોવાની જાણ થતાં યુવતીના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હિરલની હત્યા તેના સાસરિયાઓ જ કરાવી છે પોલીસે હત્યા છે કે અકસ્માત તે તરફ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટોરન્ટો પોલીસના જણાવ્યા અનુસાર, હિરલ પટેલ 11 જાન્યુઆરીની મોડી રાતથી ગુમ છે. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

હિરલ પટેલના લગ્ન બોરસદના જ કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હિરલ છેલ્લા ત્રણ વર્ષથી પતિ કેનેડામાં રહેતી હતી. છેલ્લા એક વર્ષથી સાસરિયા તરફથી હિરલને સતત ત્રાસ આપવામાં  આવી રહ્યો હતો