જોકે, હજુ 'ઇયૂ-યૂકે વિડ્રૉઅલ એગ્રીમેન્ટ બિલ'ને અનિવાર્ચિત હાઉસ ઓફ લૉર્ડ્સ અને યૂરોપિયન સાંસદો દ્વારા પાસ કરવાનુ બાકી છે. બ્રિટન યુરોપિયન યૂનિયનની 50 વર્ષ જુની પોતાની સદસ્યતા ખતમ કરવા તરફ આગળ વધી રહ્યાં છે.
શું છે બ્રેક્ઝિટ ડીલ?
બ્રેક્ઝિટનો અર્થ છે બ્રિટન એક્ઝિટ એટલે કે બ્રિટનનુ યૂરોપિયન યૂનિયનમાંથી બહાર જવાનુ. 2016માં બ્રિટનમાં બ્રેક્ઝિટને લઇને જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેમાં 52 ટકા લોકોનુ માનવુ હતુ કે, બ્રિટને યુરોપિયન યૂનિયનમાંથી બહાર નીકળી જવુ જોઇએ, જ્યારે 48 ટકા લોકોનો મત બ્રેક્ઝિટના વિરોધમાં હતો.