લંડનઃ બ્રિટનમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરનો ખતરો સતત વધી રહ્યો છે. ત્રણ મહિના બાદ ફરી એકવાર બ્રિટનમાં શુક્રવારે 6,238 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ લોકોમમાં ફફળાટ પેદા થઇ ગયો છે. વળી શનિવારે 5341 કેસ નોંધવામાં આવ્યા છે. બ્રિટનમાં રવિવારે 5683 કોરોના સંક્રમિત દર્દીઓ સામે સામે આવ્યા છે. બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો કહેર જોવા મળ્યો છે. કોરોનાના આ નવા વેરિએન્ટે તબાહી મચાવતા ત્રીજી લહેરની એન્ટ્રી થઇ છે. 


ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં બીજી લહેર દરમિયાન આઠ જાન્યુઆરીએ સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. આ દિવસે 67 હજારથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે દરરોજ સંક્રમિતોના કેસોની સંખ્યામાં ઘટાડો જોવામ મળવા લાગ્યો હતો. 


મે મહિનામાં બે હજારની અંદર હતા કેસો 
મેના મધ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ બે હજારની નીચે આવી ગયા હતા. બ્રિટનમાં અત્યાર સુધી કુલ 45 લાખ 21 હજારથી વધુ કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. ગયા 24 કલાકમાં 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો, આ પછી મરનારાઓની સંખ્યા એક લાખ 28 હજાર 86 થઇ ગઇ. 


બ્રિટનમાં ડેલ્ટા વેરિએન્ટના કેસો પણ જોવા મળી રહ્યાં છે, ડેલ્ટા વેરિએન્ટના અત્યાર સુધી કુલ 12 હજાર 431 કેસ બ્રિટનમાં નીકળ્યા છે. ડેલ્ટા વેરિએન્ટના દર્દી સૌથી પહેલા ભારતમાં મળ્યા હતા, આ વેરિએન્ટ ખુબ ખતરનાક છે. બ્રિટનમાં બીજી લહેર દરમિયાન આઠ જાન્યુઆરીએ સૌથી વધુ કેસો સામે આવ્યા હતા.


વૈજ્ઞાનિક સલાહકારે કર્યા એલર્ટ
વળી, બ્રિટિશ સરકારના વૈજ્ઞાનિક સલાહકારે સોમવારે સાવધાન કર્યા છે કે, બ્રિટન કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆતી તબક્કામાં હોઇ શકે છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, કૈમ્બ્રિઝ યુનિવર્સિટીના પ્રૉફેસર રવિ ગુપ્તાએ કહ્યું- જોકે, નવા કેસો 'તુલનાત્મક રીતે ઓછા' છે, પરંતુ ભારતીય વેરિએન્ટે 'વધુ પડતી વૃદ્ધિ'ને પ્રોત્સાહન આપ્યુ છે. તેને આ ચેતાવણી દેશમાં સામે આવેલા કોરોના સંક્રમણના અન્ય 3,383 કેસોની વચ્ચે આપી છે.