દક્ષિણ આફ્રીકા (South Africa)માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની પ્રપૌત્રી (Great-granddaughter)નો ફ્રોડના કેસમાં સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. 56 વર્ષીય આશીષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin)ને સોમવારે ડરબનની કોર્ટે છ મિલિયન રેન્ડ (દક્ષિણ આફ્રીકાની કરન્સી)ના ફ્રોડના કેસમાં દોષીત જણાઈ અને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.
આશીષ લતા રામગોબિન પર બિઝનેસમેન એસઆર મહારાજ સાથે ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો હતો. મહારાજે રામગોબિનને ભારતથી એક અસ્તિત્વમાં ન હોય તેવી ખેપ માટે કસ્ટ અને ડ્યૂટીને કથિત રીતે ક્લિયરન્સ માટે 6.2 મિલિયન રેન્ડ આપ્યા. સાથે જ મહારાજાએ નફામાં ભાગ આપવાનું પણ વચન આપ્યું હતું. લતા રામગોબિનને ડરબનની સ્પેશ્યલાઈઝ્ડ કોમર્શિયલ ક્રાઈમ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી અને દોષી ગણાવ્યા બાદ તેની વિરૂદ્ધ અપીલ કરવાથી પણ તેને અટકાવી દીધી છે.
2015માં શરૂ થઈ કેસ પર સુનાવણી
લતા રામગોબિન જાણીતા અધિકાર કાર્યકર્તા ઇલા ગાંધી (Ela Gandhi) અને દિવંગત મેવા રામગોબિંદ (Mewa Ramgobind)ની દીકરી છે. લતા રામગોબિન વિરૂદ્ધ 2015માં કેસની સુનાવણી શરૂ થઈ હતી. રાષષ્ટ્રિય અભિયોજન પ્રાધિકરણ (NPA)ના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ કહ્યું હતું કે, રામગોબિન સંભવિત રોકાણકારોને એ સમજાવવા માટે કથિત રીતે નકલી ચલણ અને દસ્તાવેજ આપ્યા હતા કે ભારતથી લિનના ત્રણ કેન્ટેનર મોકલવામાં આવી રહ્યા છે. તે સમયે લતા રામગોબિનને 50,000 રેન્ડ પર જામીન મળી ગયા હતા. જોકે સોમવારે આ મામલે તેને દોષી ગણવામાં આવ્યા અને જેલની સજા સંભળાવવામાં આવી.
જાણીતા માનવાધિકાર કાર્યકર્તા છે મહાત્મા ગાંધીના વંશજ
જણાવીએ કે, રામગોબિન NGO ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર નોન-વાયલન્સ’માં સહભાગી વિકાસ પહેલના સંસ્થાપક અને કાર્યકારી ડાયરેક્ટર હતા. અહીં તેમણે ખુદને પર્વાયરણ, સામાજિક અને રાજનીતિક હિતો પર ધ્યાન આપનારી એક કાર્યકર્તા તરીકે ગણાવ્યા હતા. મહાત્મા ગાંધીના અનેક વંશજ માનવાધિકાર કાર્યકર્તા છે અને તમાંથી લતા રામગોબિનને પિતરાઈ ભાઈ કીર્તિ મેનન, સ્વર્ગીય સતીશ ધુપેલિયા અને ઉમા ધુપેલિયા-મેસ્ત્રી સામેલ છે. રામગોબિનની માતા ઇલા ગાંધીને વિશેષ કરીને તેના પ્રયત્નો માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી છે. તેમણે ભારત અને દક્ષિણ આફ્રીકા બન્નેમાં રાષ્ટ્રીય સન્માન મળ્યું છે.