બ્રિટન: બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણથી પીડિત 106 વર્ષના દાદીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સ્વસ્થ થનારા આ દર્દી સૌથી મોટી વયના વ્યક્તિ છે. બર્મિંધમ હોસ્પિટલમાંછી રજા આપવામાં આવતા સ્વાસ્થ્યકર્મીઓએ તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતું.



ન્યૂમોનિયાની ફરિયાદ બાદ માર્ચના મધ્યમમાં કોની ટાઈચેન નામના દાદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બર્મિંધમના સિટી હોસ્પિટલમાં સારવારના ત્રણ સપ્તાહ બાદ મંગળવારે તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. જે સમયે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કોરોનાને મ્હાત આપનારા દાદીના સ્વાગતમાં હોસ્પિટલના કર્મચારીઓએ તાળીઓ પાડી તેમનું સ્વાગત કર્યું હતું.

દાદીના પૌત્ર અલેક્સ જોન્સે પોતાના દાદી માં વિશે જણાવ્યું કે તેમને ડાન્સ કરવો, સાઈકલ ચલાવવી અને ગોલ્ફ રમવું પસંદ છે. તેમણે જણાવ્યું કે તેમના દાદીની લાંબી ઉંમરનું કારણ શારીરિક રીતે સક્રિય રહેવામાં છે.