russian ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક મહિનો થઇ ગયો છે. દરમિયાન, પશ્ચિમી દેશોએ રશિયા સામે વિવિધ પ્રતિબંધો લગાવવાનું ચાલુ રાખ્યું છે. અત્યાર સુધી કોઈ પણ દેશે યુદ્ધમાં ભાગ લીધો નથી. રશિયા પણ ધમકી આપતું રહ્યું છે કે જો કોઈ યુક્રેનને સંરક્ષણ સાધનો આપીને મદદ કરશે તો તેને યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે. જો કે હવે બ્રિટને યુક્રેનને 6000 મિસાઈલો આપવાનો નિર્ણય કર્યો છે. એક અહેવાલ અનુસાર, બ્રિટન યુક્રેનિયન સૈનિકો અને પાયલટોને $40 મિલિયનની સહાય આપશે.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન ગુરુવારે આ અંગે જાહેરાત કરી શકે છે. NATO અને G7 નેતાઓ વચ્ચેની બેઠકમાં યુક્રેનની શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ તેના પર પણ સહમતિ થઈ શકે છે. જોન્સને કહ્યું હતું કે "યુનાઇટેડ કિંગડમ તેના સહયોગીઓ સાથે યુક્રેનને મદદ કરશે. આ યુદ્ધમાં યુક્રેનને મદદ કરવા માટે તેને મજબૂત કરવાની જરૂર છે. આ સંકટને એક મહિનો થઈ ગયો છે. અમે યુક્રેનમાં સ્વતંત્રતાની જ્યોતને જીવંત રાખી શકીએ છીએ.
એક રિપોર્ટ અનુસાર, બ્રિટન યુક્રેનને 6 હજાર મિસાઈલો આપશે. આ સિવાય યુક્રેનની સેનાને 250 મિલિયન પાઉન્ડ આપવામાં આવશે.