Air India Plane Crash: અમદાવાદમાં વિવિધ દેશોના નાગરિકોને લઈ જતું વિમાન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ, વિમાનમાં લગભગ 53 બ્રિટિશ નાગરિકો સવાર હતા. બ્રિટિશ વડા પ્રધાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે કહ્યું છે કે વિમાનમાં બ્રિટિશ નાગરિકો હતા.

 

બ્રિટિશ પીએમએ વિમાન દુર્ઘટના પર ચિંતા વ્યક્ત કરી યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટારમરે ટ્વીટ કર્યું, "ઘણા બ્રિટિશ નાગરિકોને લઈને લંડન જતું વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. અકસ્માતના દ્રશ્યો ભયાનક છે. મને આ બાબતને લગતી દરેક માહિતી આપવામાં આવી રહી છે. મુસાફરો અને તેમના પરિવારો સાથે મારી સંવેદના છે."

પીએમ મોદીએ વિમાન દુર્ઘટના પર ચિંતા વ્યક્ત કરીવિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું, "અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે. તે શબ્દોથી પરે હૃદયદ્રાવક છે. આ દુઃખદ ક્ષણમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું જે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે."

અકસ્માતનું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી: અમિત શાહ

અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાનું હું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી. રાહત અને બચાવ કાર્ય માટે દળોને તાત્કાલિક અકસ્માત સ્થળ પર મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી  હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે વાત કરી.

એર ઈન્ડિયાનું બોઈંગ ક્રેશ થતા 50થી વધુ મૃતદેહ બહાર કઢાયા

પ્રાથમિક માહિતી અનુસાર, આ પ્લેનમાં અંદાજે 200 જેટલા મુસાફરો અને કાર્ગો પણ હતા. દુર્ઘટના એટલી ભયાનક હતી કે અત્યાર સુધીમાં 50થી વધુ સળગેલી હાલતમાં મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જે ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. પ્લેન બિલ્ડિંગમાં અથડાતા ત્યાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને બિલ્ડિંગમાંથી પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.