નવી દિલ્હીઃ બ્રિટનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઇને ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં નવા કોરોના વાયરસના સ્ટ્રેન મળ્યા બાદ ભય ફેલાઇ ગયો છે. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો સ્ટ્રેનના કેટલાય કેસો સામે આવી ચૂક્યા છે, જે પછીથી આ સ્ટ્રેન આખી દુનિયામાં ફેલાવવા લાગ્યો છે. આ બધાની વચ્ચે બ્રિટનના વૈજ્ઞાનિક ચિંતિત છે કે કદાચ વેક્સિન સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેન પર કારગર સાબિત નહીં થાય.


બ્રિટનના વૈજ્ઞાનિકોમાનો અક સિમોન ક્લાર્કે કહ્યું કે, - બન્ને નવા સ્ટ્રેનમાં કેટલાક નવા ફિચર છે. જોકે સાઉથ આફ્રિકામાં મળેલો પ્રકાર થોડો અલગ છે. અમારી પાસે આ વાયરસના નવા સ્ટ્રેન પર નિયંત્રણ માટેના કોઇ ઉપાય નથી, પરંતુ અમે અમારા પ્રયત્નો ચાલુ રાખી રહ્યાં છીએ. તેમને કહ્યું કે કોરોનાના નવા સ્ટ્રેનની ઓળખ કરવામાં આવી રહી છે. અમને આશા છે કે અમે જલ્દી જ આ સ્ટ્રેન પર નિયંત્રણ મેળવી શકીશું.

વળી બ્રિટીશ હેલ્થ સેક્રેટરીએ કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી ખુબ ચિંતા છે. પરંતુ જલ્દી આ વાયરસને પુરેપુરો ખતમ કરી દેવામાં આવશે. એક અન્ય વૈજ્ઞાનિક લૉરેન્સ યોન્ગે કહ્યું કે આ નવા કોરોનાના સ્ટ્રેનમાં કંઇક સ્પાઇક મ્યૂટેશન છે, જેના કારણે ચિંતા ખુબ વધી ગઇ છે. આમાં પ્રતિરક્ષા સુરક્ષા પર અસર પડે છે.