લંડનઃ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેનથી અનેક દેશો અત્યાર સુધીમાં પ્રભાવિત થયા છ. આ દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને રાષ્ટ્રને સંબોધિત કરીને દેશમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો વધુ કડક કરી દીધા છે. જે અંતર્ગત સ્કૂલોને બંધ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, કોરોનાનો નવો સ્ટ્રેન વધારે ખતરનાક છે. લોકડાઉનના આ ફેંસલાથી લોકોની જિંદગી બચી શકે છે.

લોકડાઉનનની રણનીતિ

પીએમ જોનસને લોકડાઉનને લઈ રણનીતિ પણ બનાવી છે. તેમણે અતિસંવેદનશીલ વિસ્તારોના લોકોને વધારે સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમણે લોકોને જરૂર હોય તો જ ઘરમાંથી બહાર નીકળવા જણાવ્યું છે. માસ્કનો મહત્તમ ઉપયોગ કરવા તેમણે ભાર મુક્યો છે. તેમણે કહ્યું, દેશમાં થોડા સપ્તાહ સુધી આકરાં નિયમો લાગુ કરવા પડશે, ત્યારે નવા સ્ટ્રેનને કંટ્રોલ કરી શકાશે.



ખાસ અપીલ

પીએમે કહ્યું, હાલનો સમયે એકજૂથ થઈને કોરોનાના નવા સ્ટ્રેન પર નિયંત્રણ મેળવવાનો છે. આપણે જલદીથી તેના પર નિયંત્રણ મેળવી લઈશું. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડમાં આપણે એક રાષ્ટ્રીય લોકડાઉનમાં જવું જ જોઇએ કારણ કે કોરોનાના નવા સ્ટ્રેનની સામે આ કડક પગલાં પૂરતા છે. આનો અર્થ એ છે કે સરકાર ફરી એકવાર તમને ઘરમાં રહેવા માટે નિર્દેશ કરી રહી છે.

કોરોના વાયરસ સંક્રમણ દેશમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. મંગળવારે 24 કલાક દરમિયાન 80 હજારથી વધારે મામલા નોંધાયા હતા.

રાશિફળ 5 જાન્યુઆરીઃ મિથુન, કર્ક, સિંહ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ