ઇસ્લામનો પવિત્ર મહિનો રમઝાન શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા પણ સાઉદી અરબ એક ઊંટે સૌનું ધ્યાન ખેંચ્યું છે. હકિકતમાં એક ઊંટ એટલી ઉંચી કિંમતે વેચાયો છે, જેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઊંટ વિશ્વનો સૌથી મોંઘો ઊંટ હોવાનું કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઊંટ માટે 70 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 14 કરોડ 23 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે.


 






14 કરોડ રૂપિયામાં વેચાયો ઊંટ


એક ન્યૂઝ અનુસાર આ ઊંટ માટે સાઉદી અરબમાં જાહેરમાં એક હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમા પરંપરાગત વસ્ત્રો પહેરીને એક વ્યક્તિ માઈક્રોફોન દ્વારા હરાજી માટે બોલી લગાવતો જોવા મળી રહ્યો છે.


તમને જણાવી દઈએ કે ઊંટની શરૂઆતની બોલી 50 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 10 કરોડ 16 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. ત્યાર બાદ તેની બોલી 7 મિલિયન સાઉદી રિયાલની બોલી પર ફાઇનલ કરવામાં આવી. જો કે સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આટલી ઊંચી બોલી લગાવીને ઊંટ કોણે ખરીદ્યો તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. હરાજી દરમિયાન આ ઊંટને એક મેટલના વાડામાં રાખવામાં આવ્યો હતો. પરંપરાગત વસ્ત્ર પહેરેલા લોકો આ હરાજીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. 


ઊંટની વિશેષતા જાણીને તમને નવાઈ લાગશે


તમને જણાવી દઈએ કે, સાઉદી અરબમાં આટલી ઉંચી કિંમતે હરાજી કરવામાં આવેલા આ ઊંટને વિશ્વના દુર્લભ ઊંટોમાંનો એક માનવામાં આવે છે. આ ઊંટ તેની ખાસ સુંદરતા અને વિશિષ્ટતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલમાં દુનિયામાં આ પ્રજાતિના બહુ ઓછા ઊંટ જોવા મળે છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે સાઉદી અરબના લોકોના જીવનમાં ઊંટ સામેલ છે. સાઉદી અરબમાં ઈદના દિવસે ઊંટની બલી આપવામાં આવે છે. સાઉદી અરબમાં વિશ્વનો સૌથી મોટો ઊંટ મેળો પણ યોજાય છે.