ઈટલીના પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોનીએ પોતાનાતી 53 વર્ષ નાની મહિલા સાથે પ્રતિકાત્મક લગ્ન કરી લીધા છે. આ લગ્નનના ફોટો પણ સામે આવ્યા છે જેમાં 85 વર્ષના બર્લુસ્કોની 32 વર્ષની માર્તા ફાસીના સાથે પ્યારનો જશ્ન મનાવતા દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, માર્તા ફાસીના પણ ખુદ એક સાંસદ સભ્ય છે. આ લગ્ન સમારોહ મિલાનના લેસ્મો શહેરના ઐતિહાસિક સ્થળ વિલા ગેર્નેટોમાં યોજાાયો હતો. જો કે, આ કપલે સત્તાવાર રીતે લગ્ન નથી કર્યા કેમ કે આ બંને લોકોના પરિવાર વચ્ચે વિરાસતને લઈને ઝઘડો ચાલી રહ્યો છે.


એવું કહેવાઈ રહ્યું છે કે, બર્લુસ્કોનીના આ નિર્ણયતી તેમના 5 છોકરા ખુશ નથી. લગ્ન બાદ બર્લુસ્કોનીના 417 અરબ રુપિયાની સંપત્તિ પર ફાસીનાનો પણ હક થઈ જશે. ફાસીના આ પહેલાં ફ્રાંસેસ્કા પાસ્કલ સાથે રિલેશનશિપમાં હતી પરંતુ 2020માં તેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જે બાદ હવે તે પોતાનાથી 53 વર્ષ મોટા  બર્લુસ્કોની સાથે સંબંધમાં રહેવાથી ચર્ચામાં છે. ઈટલીના ન્યુઝ સાઈટ ANSA પ્રમાણે ફાસીનાએ કૈલાબ્રિયન ભાષામાં ગ્રેજ્યુએશન કર્યું છે. સોશિયલ મીડિયા પર તે ઘણી પોપ્યુલર પણ છે. જો કે, એક યુવાન ગર્લફ્રેન્ડમાં બર્લુસ્કોનીની રુચિને જોઈને લોકો હેરાન નથી થઈ રહ્યા કારણ કે તેમનું નામ સેક્સ વર્કર સાથેના એક સ્કેન્ડલ સાથે પણ જોડાયુ હતું. બર્લુસ્કોની અત્યારે પણ એક નાબાલિગ સાથે સેક્સ કરવાના કેસમાં ગવાહી આપનારને પૈસા આપવાના આરોપી છે.


પૂર્વ પ્રધાનમંત્રી બર્લુસ્કોની પર હમણાં જ મોરક્કોની સેક્સ વર્કર કરીમા એલ મહરૌગ સાથે સેક્સ સર્વિસના બદલે 50 કરોડ રુપિયા આપવાનો આરોપ લાગ્યો હતો. જો કે, આ આરોપ સાબિત નહોતો થઈ શક્યો. આ સાથે જ વર્ષ 2013માં ટેક્સ ફ્રોડનો આરોપ પણ બર્લુસ્કોની પર લાગ્યો હતો. જે બાદ સરકારી ઓફિસમાં તેમની નિયુક્તિ પર પ્રતિબંધ લગાવાયો હતો. તેઓ ઘણા કૌભાંડ અને છેતરપિંડીના કેસમાં પણ આરોપી છે. બર્લુસ્કોનીના સ્વાસ્થ્યને લઈને પણ મીડિયામાં ઘણા પ્રકારના સમાચારો આવતા રહે છે. સ્વાસ્થ્યનું કારણ આપીને તેમણે પ્રધાનમંત્રીની ઉમેદવારીમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. ત્યાર બાદ સર્જિયો મટરેલાને ઈટલીના નવા પ્રમુખ બનાવામાં આવ્યા હતા.