India-Canada Relation: ભારત અને કેનેડા વચ્ચે ઉભા થયેલા તાજા વિવાદ વચ્ચે કેનેડાના એક પત્રકારે પીએમ જસ્ટિન ટ્રૂડો પર સવાલ ઉઠાવ્યા છે. ડેનિયલ બૉર્ડમેન નામના પત્રકારે ટ્રૂડો પર આરોપ લગાવતા કહ્યું કે, ભારત સાથે તણાવ વધ્યા બાદ જસ્ટિન ટ્રૂડો ફરીથી જનતાને નક્કર પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે. તેના કારણે કેનેડાને વેપારમાં અબજો ડૉલરનું નુકસાન થઈ શકે છે. તેમને આ બધું ખાલિસ્તાની લોકોને ખુશ કરવા માટે કર્યું છે.


ડેનિયલ બૉર્ડમેને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કેનેડિયન જેમણે જસ્ટિન ટ્રૂડો અને તેમની આખી સરકારને અમારી શેરીઓમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવતા જોયા છે તે માનશે નહીં કે તે ખરેખર કેનેડિયન સુરક્ષાની ચિંતા કરે છે. તેઓ જાણે છે કે તેઓ ભારત વિરુદ્ધ જે કંઈ પણ કરી રહ્યા છે તે જૂઠ છે.






આ સિવાય ઈરાની મૂળના એક્ટિવિસ્ટ સલમાન સીમાએ કહ્યું કે ટ્રૂડો ઘણીવાર જૂઠું બોલે છે. તેઓ ઇચ્છે છે કે અમે માનીએ કે કેનેડિયનો પર હુમલો કરવા માટે ભારત દ્વારા એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, જ્યારે ટ્રૂડોની પોલીસ જ છે જેણે જેહાદીઓ અને ખાલિસ્તાનીઓને અમારી શેરીઓ પર કબજો કરવા અને યહૂદીઓ, ઈરાનીઓ, ખ્રિસ્તીઓને મારવાની અને હિંદુ સમુદાયો પર હુમલો કરવાની મંજૂરી આપી છે.






ભારતે 6 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા - 
તાજેતરમાં કેનેડાએ ભારતના હાઈ કમિશનર અને અન્ય ભારતીય રાજદ્વારીઓ પર હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારતીય હાઈ કમિશનર અને કેટલાક અન્ય અધિકારીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા અને સોમવારે (14 ઓક્ટોબર) 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડિયન રાજદ્વારીઓને 19 ઓક્ટોબરે રાત્રે 11:59 વાગ્યે અથવા તે પહેલાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.


આ પણ વાંચો


India Canada Tensions: ભારત માટે અચાનક કેમ જસ્ટિન ટ્રૂડોના તેવર બદલાઇ ગ્યા ? જાણો શું છે કારણ