Chandra Arya Viral Video: કેને઼ડાના સાંસદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચંદ્ર આર્ય કન્નડમાં બોલતા જોવા મળી રહ્યા છે. કર્ણાટકમાં જન્મેલા ચંદ્ર આર્યએ પોતે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે આ વીડિયો ટ્વિટર પર શેર કરતા લખ્યું, આ પહેલીવાર છે જ્યારે દુનિયાની કોઈ સંસદમાં કન્નડ બોલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચંદ્ર આર્યએ કેનેડાની સંસદમાં કન્નડમાં પોતાનું ભાષણ કુવેમ્પુની એક કવિતાની સાથે પૂર્ણ કર્યું.
ચંદ્ર આર્યએ આ વીડિયો શેર કરતી વખતે લખ્યું, મે પહેલીવાર કેનેડાની સંસદમાં પોતાની માતૃભાષા કન્નડમાં વાત કરી. આ સુંદર ભાષાનો એક મોટો ઈતિહાસ છે. જેને દુનિયાના અંદાજે 50 મિલિયન લોકો બોલે છે. આર્યએ પોતાના ટ્વિટમાં આગળ લખ્યું, આ પહેલીવાર છે જ્યારે ભારત બહાર કોઈ સંસદમાં કન્નડ ભાષા બોલવામાં આવી હોય.
કોણ છે ચંદ્ર આર્ય?
ચંદ્ર આર્ય કર્ણાટકની રાજધાની બેંગલુરુથી લગભગ 70 કિમી દુર આવેલા તુમકુટ જિલ્લાના રહેવાસી છે. તેમણે 2019માં સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીના ઉમેદવારના રૂપે સંસદ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે કર્ણાટકના ધારવાડથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી પૂરી કર્યા બાદ હાઇટેક સેક્ટરમાં કામ કર્યું.
શિવલિંગને લઈ અભદ્ર પોસ્ટ કરનાર દાનીશ કુરૈશીને મળ્યા શરતી જામીન
અમદાવાદઃ AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે શરતી જામીન આપ્યા હતા. ફરીથી આ પ્રકારના ગુનામાં સંડોવણી થશે તો જામીન રદ થશે તેવું કોર્ટે અવલોકન કર્યું હતું. દર મહિનાની 1 થી 5 તારીખમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે તેવો પણ કોર્ટે આપ્યો હતો. 25 હજાર રૂપિયાના બેલ બોન્ડ ઉપર આરોપીને મુક્ત કરવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ કર્યો હતો. તે સિવાય દાનિશ કુરેશીઍ પાસપોર્ટ જમા કરાવવો પડશે. કોર્ટની મંજૂરી વિના સરનામું અને મોબાઈલ નંબર બદલી શકશે નહી.
નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવા મુદ્દે ગુજરાતના AIMIM નેતા દાનિશ કુરેશીએ ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ કરતાં વિવાદ પેદા થયો હતો. આ પોસ્ટમાં દાનિશ કુરેશીએ શિવલિંગના ઘાટ વિશે પ્રશ્ન પુછ્યો હતો. આ અશ્લિલ પોસ્ટ સામે આવ્યા બાદ દાનિશ કુરેશીની નિંદા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે દાનીશ કુરેશીની ધરપકડ કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ આઈ ટી એક્ટ, આઈપીસી 153એ, 295એ, મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.