China car Accident :  ચીનના ગ્વાંગદોંગ વિસ્તારમાં સ્પોર્ટ્સ સેન્ટર બહાર ચાલકે ભીડમાં કાર ઘૂસાડી હતી. આ ભયંકર હીટ એન્ડ રનમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે  43 લોકો ઈજાગ્રસ્ત થયા છે.   62 વર્ષીય કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.  62 વર્ષીય વૃદ્ધે લોકોના ટોળા પર કાર ચઢાવી દીધી હતી. જેના કારણે 35 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 43 લોકો ઘાયલ થયા છે.   પોલીસે આ માહિતી સોમવારે મોડી રાત્રે આપી હતી. તે અકસ્માત હતો કે જાણી જોઈને કરવામાં આવેલ હુમલો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માત બાદ પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી છે.  


પોલીસે સોમવારે જણાવ્યું હતું કે 62 વર્ષીય ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જોકે તે સ્પષ્ટ નથી થયું કે તે હુમલો હતો કે અકસ્માત હતો પોલીસે આ મામલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. સોમવારની રાત્રે બનેલી ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે કારણ કે મંગળવારથી એરશો શરુ થઈ રહ્યો છે.    પોલીસે અટકાયત કરાયેલ વ્યક્તિની ઓળખ તેના ઉપનામ  ફૈનથી કરવામાં આવી છે .     


ક્યાં અને ક્યારે બની ઘટના ?






ઘટના સાથે જોડાયેલા એક વીડિયોમાં ફાયર વિભાગના જવાનો એક વ્યક્તિને 'સીપીઆર' આપતા જોઈ શકાય છે. ન્યૂઝ બ્લોગર લી યિંગે એક વીડિયો શેર કર્યો છે. લી યિંગ સોશિયલ મીડિયા સાઈટ 'X' પર ટીચર લી નામથી ઓળખાય છે. વીડિયોમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડઝનેક લોકો રનિંગ ટ્રેક પર પડેલા જોવા મળી રહ્યા છે, એક વીડિયોમાં એક મહિલા કહેતી સાંભળી શકાય છે કે મારો પગ તૂટી ગયો છે.


રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે તમામ શક્ય પ્રયાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. સમાચાર એજન્સી શિન્હુઆના સમાચાર અનુસાર, શીએ એમ પણ કહ્યું કે ગુનેગારને કાયદા અનુસાર સજા મળવી જોઈએ. 


મોટી સંખ્યામાં લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઘાયલ થયેલા ડઝનેક લોકો મદદ માટે ચીસો પાડતા જોવા મળી રહ્યા હતા. અન્ય લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.