નવી દિલ્લીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે અને આ માહોલમાં ચીન ભારતનું વિરોધી હોવાનું નજરે પડી રહ્યું છે એવા સમયે ભારત અને ચીને એક સાથે યુદ્ઘ અભ્યાસ શરૂ કર્યો છે. આવું પહેલી વખત બન્યું છે જ્યારે કશ્મીરમાં ભારત અને ચીને એક સાથે યુદ્ઘ અભ્યાસ શરૂ કર્યો હોય. આ યુદ્ઘ અભ્યાસ લદ્દાખના ચુશુલની વાસ્તવિક નિયંત્રણ રેખા પર કરવામાં આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ ભારતીય સૈનિકો અને ચીનના સૈનિકો યુદ્ઘ અભ્યાસ કરી રહ્યા છે.


ચીન ભારતના યૂએનના કાયમી સભ્યપદનો વિરોધ કરે છે તેમજ આતંકી મસૂર અઝરને આતંકી જાહેર કરવામાં પોતાનો વિટોનો ઉપયોગ કરીને આતંકીનો સતત બચાવ કરતું આવ્યુ છે. આ ચીનની ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી વલણ સ્પષ્ટ જોઇ શકાય છે.