Trump Tariff: શુક્રવારે ચીને અમેરિકાથી આયાત પર ટેરિફ વધારીને 125 ટકા કરી દીધો અને આ સાથે અમેરિકન શેરબજારમાં હલચલ મચી ગઈ. શુક્રવારે યુએસ સ્ટોક ઇન્ડેક્સ ફ્યુચર ઘટ્યું હતું. વાસ્તવમાં અમેરિકા દ્વારા ચીન પર 145 ટકા ટેરિફ લાદવાને કારણે અને હવે ચીનની વળતી કાર્યવાહીને કારણે ટ્રેડ યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. જેના કારણે આર્થિક મંદીનો ખતરો પણ વધી રહ્યો છે.


યુએસ શેરબજારની સ્થિતિ


સ્થાનિક સમય મુજબ, સાંજે 04:32 વાગ્યે 108 પોઈન્ટ ઘટીને  ડાઉ જોન્સમાં  0.27 ટકા  તૂટ્યો હતો.જ્યારે  S&P 500 ઇન્ડેક્સ 14.75 પોઇન્ટ અથવા 0.28 ટકા ઘટાડો આવ્યો હતો. એ જ રીતે, નૈસડૈક 54 પોઈન્ટ અથવા 0.29 ટકા ઘટ્યો હતો. મોટાભાગના મેગાકેપ અને ગ્રોથ શેરો પ્રીમાર્કેટ ટ્રેડિંગમાં ડાઉન હતા. ટેસ્લાનો શેર આજે 1.9 ટકા ઘટ્યો હતો. પછીના ટ્રેડિંગ સેશનમાં, જેપી મોર્ગન ચેઝ, મોર્ગન સ્ટેનલી, વેલ્સ ફાર્ગો અને એસેટ મેનેજર બ્લેકરોક જેવી મોટી બેન્કોના શેરમાં વધારો જોવા મળ્યો હતો.


પછીના ટ્રેડિંગ સેશનમાં, જેપી મોર્ગન ચેઝ, મોર્ગન સ્ટેનલી, વેલ્સ ફાર્ગો અને એસેટ મેનેજર બ્લેકરોક જેવી મોટી બેન્કોના શેરમાં વધારો જોવા મળ્યો હતો. આ સિવાય એપલ, એમેઝોન અને એનવીડિયાના શેરોમાં પણ થોડો વધારો જોવા મળ્યો હતો. આ ઉથલપાથલ વચ્ચે લોકોએ સુરક્ષિત રોકાણની શોધમાં સોના પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ સાથે સોનાની કિંમત રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ. સલામત આશ્રયસ્થાન ગણાતી બે કરન્સી, જાપાનીઝ યેન અને સ્વિસ ફ્રાન્ક પણ ડૉલર સામે મજબૂત થઈ.


શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે


એક તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વિશ્વના બાકીના તમામ દેશોને 90 દિવસ માટે ટેરિફમાં રાહત આપી છે, જ્યારે ચીન પર તે વધારીને 145 ટકા કરી દેવામાં આવી છે. ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદ છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં વધઘટ જોવા મળી રહી છે. સળંગ ચોથા સત્રમાં વોલ સ્ટ્રીટમાં ઘટાડો થયો હતો, જોકે બુધવારે S&P 500 ઇન્ડેક્સમાં વધારો થયો હતો, જે ઑક્ટોબર 2008 પછીનો સૌથી મોટો વન-ડે વધારો દર્શાવે છે.   


ટ્રમ્પ આક્રમક વલણ અપનાવી રહ્યા છે


આ વર્ષે, ટ્રમ્પે પહેલા 10%, પછી 34%, પછી 50% અને હવે કુલ 145% ટેરિફ લાદ્યા. વ્હાઇટ હાઉસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આમાં ચીન પર પહેલેથી જ લાદવામાં આવેલ 20% ફેન્ટાનાઇલ સંબંધિત ટેરિફનો સમાવેશ થાય છે. જો કે, નિષ્ણાતો કહે છે કે આ સ્તરે ટેરિફ માટે કોઈ આર્થિક વાજબીપણું નથી કારણ કે યુએસ ઉત્પાદનો હવે ચીનના બજારમાં વેચવા યોગ્ય રહેશે નહીં.