China Corona Cases: ચીનમાં ફરી એકવાર કોરોના કહેર મચાવી રહ્યો છે. સૌથી મોટી સમસ્યા શાંઘાઈમાં છે. અહીં મોટી સંખ્યામાં સંક્રમિત લોકો મળી આવતાં સરકારે લોકડાઉન લગાવ્યું છે. વધુ ને વધુ પરીક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત અને સતર્ક કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ પણ અપનાવવામાં આવી રહી છે. ઘરોમાં કેદ લોકો સોશિયલ મીડિયા પર આ જાહેરાતો અને અપીલ શેર કરી રહ્યા છે. 


શાંઘાઈમાં લગભગ 26 મિલિયન લોકો હાલમાં તેમના ઘરોમાં કેદ છે. તેમાંથી કેટલાક લોકો સરકાર દ્વારા કોરોના લોકડાઉનને અનુસરવા માટે કરવામાં આવી રહેલી જાહેરાતોથી સંબંધિત વીડિયો શેર કરી રહ્યાં છે, જે ખૂબ જ રમુજી છે. કેટલાક લોકોએ ટ્વીટ કરીને કહ્યું કે કેવી રીતે સરકાર વારંવાર જાહેરાત કરી રહી છે કે તમારી આઝાદીની ઈચ્છાને નિયંત્રિત કરો, તમારા ઘરની બારી ન ખોલો અને અત્યારે ગાવાનું ટાળો.


કપલને પણ ખાસ અપીલ


સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ અન્ય એક વીડિયોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં હેલ્થ વર્કર લોકોને કહે છે કે આજની રાતથી કપલે અલગ-અલગ સૂવું જોઈએ, તેમણે કિસ ન કરવી જોઈએ, એકબીજાને ગળે લગાવવાનું પણ ટાળવું જોઈએ.આ સિવાય બંનેએ અલગ-અલગ જમવું જોઈએ


ખાદ્ય પદાર્થો ને લઈ અસંતોષ


એક અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક રોબોટ શાંઘાઈના રસ્તાઓ પર લોકોને કોરોનાની માર્ગદર્શિકા અને લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી રહ્યો હતો. હાલ અહીં કોવિડ પ્રતિબંધોને કારણે ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક વસ્તુઓના વિતરણને લઈને લોકોમાં ઘણો અસંતોષ છે.


આ પણ વાંચોઃ ઈમરાન ખાનના રાજમાં બુશરા બીબીની બહેનપણી થઈ માલામાલ! ચારગણી વધી સંપત્તિ