China Corona Cases: કોરોના વાયરસે ફરી એકવાર ચીનની હાલત ખરાબ કરી દીધી છે. અહીં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ચીનના ઘણા પ્રાંતોમાં કોવિડ-19ના દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. હાલ અહીં રોજના 20 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં શાંઘાઈમાં લગભગ 9006 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. કોરોનાની પ્રથમ લહેર પછી એક દિવસનો આ સૌથી મોટો આંકડો છે. સ્થિતિ બેકાબૂ બની રહી છે, તેનાથી નિપટવા માટે ચીન સરકારે શાંઘાઈમાં સેના મોકલવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત 2000 થી વધુ આરોગ્ય કર્મચારીઓને પણ અહીં અલગથી મોકલવામાં આવ્યા છે. આ તમામ લોકો મળીને શહેરના લગભગ 2.6 કરોડ લોકોનું પરીક્ષણ કરશે.


2019 પછી સૌથી વધુ કેસ


શાંઘાઈની વસ્તી લગભગ 26 મિલિયન છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ શહેરમાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળ્યા છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, સરકારે અહીં 2 તબક્કામાં લોકડાઉન પણ લાદ્યું છે, પરંતુ તેમ છતાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, 2019 ના અંતમાં કોરોનાના પ્રથમ તબક્કા દરમિયાન મળી આવેલા દર્દીઓ પછી શાંઘાઈમાં દરરોજ કોવિડ પોઝિટિવની સંખ્યા ચીનમાં સૌથી વધુ છે.


શાંઘાઈની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ


શાંઘાઈની સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીંની તમામ હોસ્પિટલો ભરાઈ ગઈ છે. કોઈપણ હોસ્પિટલમાં ચેપગ્રસ્ત દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી. જો કે ચીનનો દાવો છે કે શાંઘાઈમાં આ લહેરમાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે એક પણ મૃત્યુ થયું નથી.




આ પણ વાંચોઃ


Covid-19 New Variant: કોરોનાનો નવો વેરિઅન્ટ XE છે વધારે સંક્રામક, જાણો નવી લહેર આવવાની કેટલી છે સંભાવના ?


Coronavirus Cases Today: દેશમાં બે દિવસની રાહત બાદ કોરોના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતાં ફફડાટ, જાણો આજની શું છે સ્થિતિ