આઠ વર્ષ સુધી સંપૂર્ણ રીતે બાંધવામાં ન આવ્યા બાદ ચીને એક સાથે 15 ગગનચુંબી ઇમારતો એક સાથે તોડી પાડી હતી. આ ગગનચુંબી ઇમારતો પડી રહી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ચીનના યુનાન પ્રાંતના કાનમિંગમાં કરવામાં આવી હતી. 15 ગગનચુંબી ઇમારતો પડવા કારણે ત્યાં ધૂળના ગોટેગોટા જોવા મળ્યા હતા અને તમામ ઇમારતો ધરાશાયી થઇ ગઇ. હવે આ 15 ગગનચુંબી ઇમારતોનો એક સાથે પાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
4.6 ટન ઇમારતો વિસ્ફોટથી તૂટી પડી
ચીનના સરકારી સિન્હુઆ ન્યૂઝે જણાવ્યું કે ઇમારતોમાં 85,000 બ્લાસ્ટિંગ પોઇન્ટ પર 4.6 ટન વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મિશન માત્ર 45 સેકન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
વિસ્ફોટનું કાર્ય પૂરી રીતે સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે-કટોકટી બચાવ વિભાગોએ આઠ કટોકટી બચાવ ટીમોની સ્થાપના માટે 2,000થી વધુ સહાયક કર્મચારીઓને મોકલ્યા, જેમાં સ્થળ પર આગ બચાવ ટીમ, વ્યાપક કટોકટી ટીમ, પૂર નિયંત્રણ કટોકટી ટીમ અને શહેરી વ્યવસ્થાપન સામેલ હતા.
યાહૂ ન્યૂઝ અનુસાર, આ ભયાનક વિસ્ફોટ પહેલા, આ 15 ગગનચુંબી ઇમારતોની આજુબાજુની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી, ઉપરાંત નજીકની ઇમારતોમાં રહેતા લોકોને પણ ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ચીની સત્તાવાળાઓએ આ મકાન તોડવાનો નિર્ણય લીધો કારણ કે આ 15 ગગનચુંબી ઇમારતો લાંબા સમયથી એમજ પડ છોડી દેવામાં આવી હતી અને તેમના ભોંયરાઓ વરસાદના પાણીથી ભરેલા હતા.
ઇમારતો જે લિયાંગ સ્ટાર સિટી ફેઝ 2નો ભાગ હતી
તાઇવાન સમાચાર અનુસાર, આ ઇમારતો લિયાંગ સ્ટાર સિટી ફેઝ 2 નો ભાગ હતી અને તેની કિંમત લગભગ 1 અબજ ચીની યુઆન હતી.
જો કે, ચીનમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ઇમારત તોડવાની ઘટના હતી. ચીનમાં આ ઇમારતોનો તૂટવાનોના વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેને જોઈને બધા ચોંકી ગયા છે.