નવી દિલ્હી: પોતાની સૈન્ય તાકાતમાં લગાતાર વધારો કરી રહેલા ચીને વધુ એક આધુનિક સમુદ્રી રડાર વિકસિત કર્યું છે. ચીનના આ કૉમ્પેક્ટ સાઇઝના આધુનિક સમુદ્રી રડારની ક્ષમતા એટલી વધુ છે કે તે આખા ભારત પર નજર રાખી શકે છે. ચીન ઇચ્છે તો સમગ્ર ભારત પર આ રડારથી નજર રાખી શકશે.
આ રડાર ચીનના દુશ્મન દેશોના જહાજો, વિમાનો અને મિસાઇલના ખતરાની જાણકારી વર્તમાન તકનીક કરતા પહેલાથી મેળવી એલર્ટ કરશે.મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘરેલૂ સ્તર પર વિકસિત કરવામાં આવેલા આ રડાર સિસ્ટમ મારફતે ચીનની નૌસેના દેશના સમુદ્ધી વિસ્તારો પર રીતે નજર રાખી શકશે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ આધુનિક કોમ્પેક્ટ સાઇઝના રડારની સૌથી મોટી ખાસિયત એ છે કે PLA નેવીના વિમાનવાહક કોઇ એક ભાગનું નહીં પરંતુ આખા ભાગ પર નજર રાખી શકશે. આ રડાર દક્ષિણ ચીન સાગર, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર સહિત મહત્વના વિસ્તારમાં અમારી નૌસેનાની સૂચના એકત્ર કરવાની ક્ષમતા વધારશે.
રાષ્ટ્રપતિએ આ રડારને વિકસિત કરવા બદલ યોંગતાન અને એક અન્ય મિલિટ્રી સાઇંટિસ્ટ કિયાન ક્વિહૂને વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવતા દેશના સૌથી મોટા પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.