નવી દિલ્હીઃ ગયા વર્ષે 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસાને લઇને અધિકારીક નિવેદનના મામલે ચીને પુછપરછ મામલે ચીની ત્રણ બ્લૉગરની ધરપકડ કરી છે. સમાચારો પ્રમાણે ખોજી પત્રકાર 38 વર્ષીય ક્યૂ જિમિંગને શનિવારે નાનજિંગથી ધરપકડ કરી છે. શુક્રવારે ચીની સેના તરફથી પીપુલ્સ લિબરેશન આર્મીના પાંચ જવાનોને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ચાર જવાન એક કમાન્ડર ગલવાન હિંસામાં માર્યા ગયા હતા.


ક્યૂ પાસે ગલવાન હિંસાને લઇની ચીની સરકાર તરફથી મોતાના આંકડાની જાહેરાત વિશે પુછપરછ કરવામા આવી. ભારતીય સેનાના અધિકારીઓ તરફથી એવુ કહેવામાં આવ્યુ હતુ કે ગલવાનમાં 45 ચીનના સૈનિકો માર્યા ગયા હતા. આના દાવાને ગયા અઠવાડિયે કેટલાય ઇન્ટરવ્યૂ દરમિયાન પૂર્વ નોર્ધન કમાન્ડર ચીફ લેફ્ટિનેન્ટ જનરલ વાઇકે જોશીએ દોહરાવ્યો હતો.

ચીની બ્લૉગરે શક કરતા વધુ મોતની સંભાવના દર્શાવી હતી, તેને આના પર સવાલો ઉઠાવ્યા કે કેમ ચીન સરકારને પીએલએના મોતને સ્વીકાર કરવામાં આઠ મહિના લાગી ગયા, જ્યારે ભારત તરફથી મોત વિશે તરતજ માની લેવામા આવ્યુ હતુ.

રિપોર્ટ પ્રમાણે, રવિવારે આના કારણે એક અન્ય પત્રકારની ધરપકડ કરવામાં આવ્યો હતો. જોકે આના વિશે હજુ કોઇ વિસ્તૃત માહિતી સામે આવી શકી નથી. ત્રીજા વ્યક્તિને સિયુઆનમાં લગભગ એક અઠવાડિયા માટે ધરપકડ થઇ હતી, કેમકે કથિત રીતે તેના પર પીએલએ સૈનિકોના અપમાન કરનારુ કન્ટેન્ટ પૉસ્ટ કરવામાં આવ્યુ હતુ.