Covid 19 In China: ચીનમાં ફરી એકવાર કોરોના કેસના પ્રકોપનો સામનો ચીન કરી રહ્યું છે. કોરોનાના નવા કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. આવી સ્થિતિમાં ચીનમાં કોરોનાને અટકાવવા માટે તબક્કાવાર લોકડાઉન લાગુ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કોરોના પર નિયંત્રણ મેળવવા માટે શાંઘાઈમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. શાંઘાઈના પૂર્વ ભાગમાં કોરોનાના સામૂહિક પરીક્ષણ માટે લોકડાઉન લાગુ કરવામાં આવશે અને પશ્ચિમ ભાગ શુક્રવારે બંધ રહેશે.


લોકડાઉનમાં કોણ બહાર નીકળી શકશે


બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ચીનની સરકાર હુઆંગપુ નદીના પૂર્વ વિસ્તારોને બંધ કરી દેશે. આ સમય દરમિયાન સાર્વજનિક વાહનવ્યવહાર બંધ કરવામાં આવશે અને લોકોને તેમના ઘરની બહાર નીકળતા અટકાવવામાં આવશે. ખાનગી વાહનોને ટ્રાફિકની પરવાનગી ફક્ત કટોકટીની સ્થિતિમાં જ આપવામાં આવશે. મેડિકલ ઈમરજન્સી દરમિયાન ખાનગી વાહનોને ટ્રાફિકની છૂટ આપવામાં આવશે.


આ પહેલા ચીનના સરકારી અધિકારીઓએ કોરોનાના વધતા જતા કેસો પર લોકડાઉન લગાવવાની ના પાડી દીધી હતી. શાંઘાઈ વૈશ્વિક શિપિંગ હબ છે. આવી સ્થિતિમાં જો શાંઘાઈમાં લોકડાઉન થાય છે તો તેના પરિણામો આર્થિક રીતે નકારાત્મક હોઈ શકે છે. અહીં લોકો માટે જાહેરમાં ફરવા માટે કોરોનાનો નેગેટિવ ટેસ્ટિંગ રિપોર્ટ પોતાની સાથે રાખવો ફરજિયાત છે.




આ પણ વાંચોઃ 


Coronavirus Cases Today: દેશમાં કોરોનાના નવા મામલામાં 10.6 ટકાનો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


Mahindra eKUV: ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે Mahindra eKUV, આટલી હોઈ શકે છે કિંમત


IPL 2022:  IPL મેચમાં શાહરૂખના દીકરા સાથે આવેલી આ બ્યુટીફુલ છોકરી કોણ ? ડ્રગ્સ કૌભાંડ સાથે છે કનેક્શન ?