China Restaurant Fire: ચીનની એક હોટલમાં ભીષણ આગ લાગતાં 17 લોકોના મોત થયાં છે. AFP ન્યૂઝ એજન્સીએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


મળતી વિગત પ્રમાણે,  ઉત્તરપૂર્વ ચીનમાં બુધવારે એક રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 17 લોકો માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. ઉત્તરપૂર્વ ચીનના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક સરકારે વેઇબો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચાંગચુન શહેરના એક ભોજનશાળામાં બપોરે 12:40 વાગ્યે આગ લાગી હતી. .






ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા અને બપોરે 3 વાગ્યા સુધીમાં રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ કરી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 615 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.12 ટકા થયો છે. 4972 દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 40 હજાર 797 થઈ છે. કુલ 4 કરોડ 40 લાખ 9 હજાર 525 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 584 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 96 લાખ 31 હજાર 500 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13 લાખ 87 હજાર 533 ડોઝ અપાયા હતા.


આ પણ વાંચોઃ


Travel Jobs: આ ઈન્ડસ્ટ્રીમાં નોકરીમાં થયો 28 ટકાનો તોતિંગ વધારો, જૂન-ઓગસ્ટમાં જોવા મળી તેજી