China Pneumonia Update: ચીને કહ્યું છે કે તેના મોટાભાગના બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવો રોગ ફેલાઈ રહ્યો છે. આ પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ બેઇજિંગને આ રહસ્યમય રોગ વિશે વધુ માહિતી માંગી છે. રિપોર્ટ અનુસાર ચીનની હોસ્પિટલો બીમાર બાળકોથી હાઉસફૂલ થઇ ગઇ છે. આ બાળકોને શ્વાસની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. WHOએ કહ્યું કે નેશનલ હેલ્થ કમિશનના ચીની અધિકારીઓએ 12 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં થયેલા વધારા અંગેની જાણકારી આપી હતી.                               






WHO એ આ રોગ માટે કોવિડ-19 પ્રતિબંધોમાં છૂટછાટને જવાબદાર ગણાવી હતી. WHO એ બીમાર બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા, SARS-CoV-2, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અંગે વધારાની માહિતી માંગી છે. ચીનમાં બાળકોના બીમાર પડવાની તાજેતરની ઘટનાઓ કોવિડ જેવા લક્ષણોનું પુનરાવર્તન કરતી હોય તેવું લાગે છે.                    


દર્દીઓની લાંબી કતારો         


બીમાર બાળકોના પરિવારજનોને ટાંકીને ચીનની એક ન્યૂઝ ચેનલે કહ્યું કે આ રોગના કોઈ નવા લક્ષણો નથી, પરંતુ બાળકોના શરીરનું તાપમાન સતત વધતું જાય છે અને ફેફસામાં ગાંઠ બની જાય છે. ચીનની હોસ્પિટલોમાં બાળકોની સારવાર માટે લાંબી કતારો છે. ડિસીઝ મોનિટરિંગ વેબસાઈટ પ્રોમેડ મેલ એલર્ટે મેડિકલ સ્ટાફને ટાંકીને કહ્યું કે, 'દર્દીઓએ 2 કલાક સુધી લાઈનમાં રાહ જોવી પડે છે અને અમે બધા ઈમરજન્સી વિભાગમાં છીએ.                         


ચાઇના ડેઇલીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "ચીનમાં શ્વાસ સંબંધી રોગમાં વધારો થયો છે. મીડિયા અહેવાલો અનુસાર, "કેટલાક શિક્ષકો પણ આ રોગથી પ્રભાવિત થયા છે; અહેવાલ મુજબ આ રોગને કારણે કેટલીક શાળાઓ બંધ કરવામાં આવી છે."