નવી દિલ્હીઃ શાંતની વાર્તા વચ્ચે ચીન સતત પોતાની નવી નવી ચાલો રમી રહ્યુ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ માનસરોવર તળાવની નજીક મિસાઇલ સિસ્ટમ લગાવવાનુ કામ શરૂ કર્યુ છે. એર ટૂ એર સરફેસ મિસાઇલ તૈનાત કરવા માટે સાઇટનુ નિર્માણ કરી રહ્યું છે. આની કેટલીક સેટેલાઇટ તસવીરો સામે આવી છે.


પોતાના સોર્સ ઇન્જેલિજન્સ Detresfaએ આ સેટેલાઇટ તસવીરો જાહેર કરી છે. તસવીરોમાં લિપુલેખ પાસેના ટ્રાઇ-જંક્શન એરિયામાં ચીનની એક્ટિવિટી દેખાઇ રહી છે. આ ઉપરાંત જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ માટે સાઇટનુ નિર્માણ માનસરોવર તળાવની પાસે ચાલી રહ્યું છે.



ભારતે પણ પોતાની તૈયારીઓ મજબૂત કરી
એસએસી પર ચીન તરફથી વધારવામાં આવેલી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ભારતે પણ પોતાની તૈયારીઓને મજબૂત કરી દીધી છે. આ ઉપરાંત ફોરવર્ડ એરબેઝ પર સુખોઇ-30 એમકેઆઇ, મિગ-29 અને મિરાજ-2000ના બેડાને તૈનાત કર્યા છે, જેથી કોઇપણ દુસ્સાહસનો જવાબ આપી શકાય.

ભારતીય એજન્સીઓની નજર એલએસી ચીનની ગતિવિધિઓ પર સતત રહે છે. ચીનની વાયુસેનાની હરકતો પર ભારતીય એજન્સીઓની નજર છે. દરેક પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેના સીમા પર તૈયાર છે. ન્યૂઝ એજન્સી એએનઆઇને સરકારી સુત્રો તરફથી જણાવવામાં આવ્યુ કે, શિનજિયાંગ અને તિબેટ રીઝનમાં તે હોતાન, ગર ગુંસા, કાશઘર, હૉપિંગ, કોંકા ઝાંગ, લિંજી અને પંતગ એરબેઝ પર નજીકથી નજર રાખી રહ્યાં છે. છેલ્લા થોડાક દિવસોથી આ એરબેઝ ખુબ એક્ટિવ થઇ ગયા છે.