આવુ પહેલીવાર બન્યુ કે રશીદે આવુ નિવેદન આપ્યુ હોય. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન વૈશ્વિક રાજનીતિના સમીકરણો પર વાત કરતા રશીદે કહ્યુ આજે ચીન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટન વિરુદ્ધ ઉભુ છુ જ્યારે પોતાના નવા મિત્રો નેપાલ, શ્રીલંકા, ઇરાન અને રશિયાની સાથે નવો બ્લૉક બનાવી રહ્યાં છીએ. રશીદે કહ્યું આવામાં પાકિસ્તાનને ચીનની સાથે ઉભા રહેવુ જોઇએ.
રશીદે કહ્યું કે, જો પાકિસ્તાન પર ભારત હુમલો કરશે તો કન્વેન્શન વૉરની કોઇ જરૂર નહીં રહે, અહીં ખુની અને આખરી જંગ થશે, અને એટમી જંગ થશે. અમારુ હથિયાર કેલકુલેટેડ, નાના પરફેક્ટ અને નિશાન પર છે. આસામ સુધી ટાર્ગેટ કરી શકે છે, પાકિસ્તાનને કન્વેન્શન યુદ્ધની કોઇ જરૂર નથી, અમે પરમાણુ બૉમ્બથી ગમે તે ટાર્ગેટ પર પ્રહાર કરી શકીએ છીએ.