વૉશિંગટનઃ પાડોશી દેશ ચીને પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ ખુલાસો અમેરિકન એજન્સીના એક રિપોર્ટમાં થયો છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીનની સરકારે સૈનિકોના પરિવારો પર દબાણ કરી રહી છે કે તે અંતિમયાત્રા કે શબયાત્રાનુ આયોજન ના કરે.
15 જૂનની રાત્રે થઇ હતી હિંસક અથડામણ
15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે ભારતીય સૈનિકોની હિંસક ઝપાઝપી થઇ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થઇ ગયા હતા. જોકે રિપોર્ટ હતા કે ચીનને પણ અથડામણમાં મોટુ નુકશાન થયુ હતુ, ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા, ભારતે પોતાના સૈનિકોની શહીદીના સમાચાર સ્વીકાર કર્યા અને માન-સન્માન આપ્યુ હતુ. જ્યારે ચીન સ્વીકાર કરતા અચકાતુ હતુ.
અમેરિકન રિપોર્ટમાં કહેવાઇ રહ્યું છે કે ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના પરિવારજનોની સાથે ચીનમાં દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પહેલા તો ચીને આ અથડામણમાં પોતાના સૈનિકોના માર્યા ગયાના સમાચારને અવગણો, અને હવે અંતિમ સંસ્કાર કરવાથી ઇનકાર કરવામાં આવી રહ્યું છે.
યુએસ ન્યૂઝના રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીન ગલવાનમાં પોતાના એકપણ સૈનિક માર્યા જવાનો ઇનકાર કરી રહ્યું છે. જોકે ન્યૂઝ એજન્સી એએનઆઇએ આ અથડામણમાં ચીનના 43 સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટી કરી હતી. વળી, અમેરિકન ગુપ્તચર એજન્સીએ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ દરમિયાન ચીનના 35 સૈનિકોના મોતની પુષ્ટી કરી છે.
આ મામલાની જાણકારી રાખનારા એક સુત્રએ યુએસ ન્યૂઝને જણાવ્યુ કે ચીનના નાગરિક મામલાના મંત્રાલયે અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના પરિવારોને કહ્યું કે તેમને સૈનિકોના અવશેષોના અંતિમ સંસ્કાર ના કરવા જોઇએ. કોઇપણ અંતિમ સંસ્કાર કોઇપણ એકાંત વિસ્તારમાં જ થવા જોઇએ.
ચીને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધોઃ અમેરિકન રિપોર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2020 01:32 PM (IST)
રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીનની સરકારે સૈનિકોના પરિવારો પર દબાણ કરી રહી છે કે તે અંતિમયાત્રા કે શબયાત્રાનુ આયોજન ના કરે
- - - - - - - - - Advertisement - - - - - - - - -