Afghanistan Crisis: ચીને આતંકી સંગઠન તાલિબાનનું સમર્થન કર્યું છે. G-7ની બેઠક પહેલા ચીને કહ્યું કે, તાલિબાન સંગઠન પર પ્રતિબંધ લાગવવો યોગ્ય નથી. ચીને કહ્યું છે કે, અમેરિકા અને તેના સહયોગીઓએ ભૂતકાળથી બોધપાઠ લેવો જોઇએ અને સમજદારીથી કામ લેવું જોઇએ.
તાલિબાન પર નવા પ્રતિબંધ લગાવવાની G7 નેતાઓની યોજના પર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે, દબાણ લગાવવું અને પ્રતિબંધ લગાવવુંએ સમસ્યાનું સમાધાન નથી. તેમણે કહ્યું કે, “અફઘાનિસ્તાન એક સ્વતંત્ર સંપ્રભુ રાષ્ટ્ર છે. અમેરિકા અને તેના સહયોગીઓએ ભૂતકાળથી બોધ પાઠ લેવો જોઇએ અને અફઘાનિસ્તાનના સંબંઘિત મુદ્દા પર સમજદારીથી કામ લેવું જોઇએ'
પ્રવકતાનું કહેવું છે કે, કોઇ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવા તે સમસ્યાનું સમાધાન નથી.અમારૂ માનવું છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયએ અફધાનિસ્તાનમાં શાંતિ અને પુનનિર્માણને આગળ વધારવા માટે વિચારવું જોઇએ. લોકતંત્રના બહાને થતાં સૈન્ય હસ્તક્ષેપને કેવી રીતે રોકવો તે મુદ્દે વિચારવાની જરૂર છે. આપણે એવી ત્રાસદીનું પુનરાવર્તન ન કરવું જોઇએ. જ્યાં એક દેશે ગલતી કરી હોય પરંતુ અફઘાનના લોકો અને આંતરાષ્ટ્રીય સમુદાય અને વિશેષ રીતે ક્ષેત્રીય દેશોને તેની કિંમત ચૂકવવું પડે.
G7 દેશોમાં બ્રિટન સિવાય કનાડા,ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને અમેરિકા છે. આ G7ની બેઠકમાં નેતા અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પર ચર્ચા કરશે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની અધ્યક્ષમાં આ બેઠક મળશે, જોનસને બેઠક પહેલા કહ્યું કે, તાલિબાનને તેમની વાતોથી નહીં પરંતુ તેમના કામને ઘ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે, અમેરિકા સૈનિકની વાપસીના 2 સપ્તાહ પહેલા જ 15 ઓગસ્ટે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લીધો અને અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ દેશ છોડીને અરબ અમીરાત જતાં રહ્યાં. ઉલ્લેખનિય છે કે, તાલિબાનના શાસન બાદ અફઘાની દેશ છોડીને અન્ય દેશમાં શરણું લેવા તત્પર છે. કેટલાક દેશોએ અફઘાની શરણાર્થીની એન્ટ્રી માટે પણ બેન લગાવી દીધો છે.