બેઈજિંગ: ચીને ટિકટોક અને વિચેટ એપની ડાઉનલોડિંગ રોકવાના અમરિકાના નિર્ણયનો ભારે વિરોધ કર્યો છે. તેમણે ચીનની કંપનીઓના હિતો અને રક્ષા માટે જવાબી પગલા લેવાની ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ લોકપ્રિય ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોક અને વીચેટ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લેતા પ્રતિબંધ કરવાનો શુક્રવારે આદેશ જાહેર કર્યો હતો. આ પહેલા ભારતે પણ આ એપ્સ પર પ્રતિબંધ લાગવી દીધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે 15 સપ્ટેમ્બર સુધી ટિકટોક અને વીચેટ ના માલિકીનો હક કોઈ અમેરિકી કંપની પાસે નહીં આવવાની સ્થિતિમાં તેને પ્રતિબંધ કરવાનો આદેશ પર ગત મહિને સહી કરી હતી.
ચીને કહ્યું કે, અમે અમેરકાના આ પગલાનો વિરોધ કરીએ છીએ. અમેરિકા સતત ચીનના ઉદ્યોગોને દબાવવા પોતાની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે. તેના અ પગલાથી ચીની કંપનીઓના સામાન્ય વ્યવસાયિક ગતિવિધિઓ પર ગંભીર અસર પડી છે. આ નિર્ણયથી રોકાણના માહોલને અસર પહોંચી છે. જેનાથી સામાન્ય વૈશ્વિક બિઝનેસ પ્રવૃતિઓ પર પ્રભાવ પડ્યો છે.
ચીની મંત્રાલયે કહ્યું કે, પોતાની કંપનીઓના હિતો અને રક્ષા માટે જરૂરી પગલા લેવાની તૈયારીમાં છે. જો કે, ચીન દ્વારા એ સ્પષ્ટ નથી જણાવવામાં આવ્યું કે, તેઓ કયા પ્રકારના પગલા લેવાની તૈયારીમાં છે.
આ પહેલા ભારતે 29 જૂને ટિકટોક અને વીચેટ સહિત ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના બાદ ફરી અન્ય એપ્સ પર પ્રતિબંધ લગાવતા ચીનની અત્યારે 224 એપ્સ પર ભારતમાં પ્રતિબંધ છે.
TikTok, WeChat પર અમેરિકાના પ્રતિબંધ વિરુદ્ધ ચીનની જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Sep 2020 11:05 PM (IST)
અમેરિકાએ લોકપ્રિય ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોક અને વીચેટ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લેતા પ્રતિબંધ કરવાનો શુક્રવારે આદેશ જાહેર કર્યો હતો. આ પહેલા ભારતે પણ આ એપ્સ પર પ્રતિબંધ લાગવી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -