China’s Offer to Employees : એક ચીની કંપનીએ તેના કર્મચારીઓને વાર્ષિક બોનસ તરીકે 11 મિલિયન ડોલર (લગભગ 70 કરોડ રૂપિયા) ઓફર કર્યા હોવાના અહેવાલ છે. જોકે, કંપનીએ આ ઓફર સાથે કર્મચારીઓ સમક્ષ એક વિચિત્ર શરત મૂકી હતી. કંપનીએ પોતાની શરતમાં કહ્યું હતું કે તમે 15 મિનિટમાં જેટલા રૂપિયા ગણી શકો તો તેટલા રૂપિયા બોનસ સાથે લઇ જાવ.
વાસ્તવમાં ચીનની હેનન માઇનિંગ ક્રેન કો. લિમિટેડ કંપનીએ તેના કર્મચારીઓની સામે એક લાંબા ટેબલ પર 70 કરોડ રૂપિયા મૂક્યા અને તેમને વાર્ષિક બોનસ વધારવા માટે 15 મિનિટનો સમય આપ્યો હતો. ચીની કંપનીએ કર્મચારીઓ સમક્ષ એક શરત મુકી કે તેઓ 15 મિનિટમાં ગણી શકે તેટલા રૂપિયા બોનસ તરીકે લઇ જાવ.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
કંપનીના કર્મચારીઓને બોનસ મળતા આ વીડિયો સૌપ્રથમ ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડુઇન અને વીબો પર શેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ પછી આ વીડિયો દુનિયાભરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયો.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખૂબ મોટા ટેબલ પર નોટો પાથરવામાં આવી હતી. . કંપનીમાં કામ કરતા લોકો ટેબલની આસપાસ ઉભા છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કંપનીના એક કર્મચારીએ આપેલા સમયમાં તેના વાર્ષિક બોનસ તરીકે 100,000 યુઆન (લગભગ 12.07 લાખ રૂપિયા) એકત્રિત કર્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરાયેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “હેનેન કંપની તેના કર્મચારીઓ માટે વાર્ષિક બોનસ પર મિલિયનથી વધુ ખર્ચ કરી રહી છે. બધા કર્મચારીઓ જેટલું ગણી શકે તેટલું બોનસ ઘરે લઈ જઈ શકે છે.”
સોશિયલ મીડિયા પર લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી
કંપનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી. આ જોઈને કેટલાક લોકો આશ્ચર્યચકિત થયા તો કેટલાકે તેની ટીકા પણ કરી. કેટલાક યુઝર્સે કંપનીની બોનસ આપવાની પદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું હતું કે "આ ખરેખર પ્રેરણાદાયક અને ભવ્ય છે,". બીજા એક યુઝરે લખ્યું, "હું પણ આવું જ પેપરવર્ક કરવા માંગુ છું, પણ કંપનીની યોજનાઓ અલગ છે." ત્રીજા યુઝરે કહ્યું હતું કે, “આમ કરવાના બદલે કંપની બોનસ સીધા કર્મચારીઓના ખાતામાં જમા કરી શકી હોત. આ ખૂબ જ શરમજનક છે.
કંપની પહેલાથી જ આવા બોનસ આપી ચૂકી છે
આ પહેલી વાર નથી જ્યારે હેનન માઇનિંગ ક્રેન કો.એ પોતાના કર્મચારીઓને બોનસ આપવા બદલ ચર્ચામાં આવી છે. વર્ષ 2023માં પણ કંપનીએ એન્યુઅલ ડિનર દરમિયાન મોટા પાયે રોકડનું વિતરણ કર્યું હતું.