Shashi Tharoor on Operation Sindoor: ઓપરેશન સિંદૂર પર શશી થરૂરના નેતૃત્વમાં ભારત દ્વારા મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળને મોટી સફળતા મળી છે. કોલંબિયાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પર શોક વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે તેણે સત્તાવાર રીતે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે.

 

પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા શશી થરૂરે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે - અમે (ભારત) કોલંબિયા સરકારની પ્રતિક્રિયાથી થોડા નિરાશ છીએ. ભારતીય પ્રતિનિધિમંડળને મળ્યા બાદ, કોલંબિયાના નાયબ વિદેશ પ્રધાન યોલાન્ડા વિલાવિસેન્સિયોએ કહ્યું, 'આજે અમને મળેલી સ્પષ્ટતા પર અમને વિશ્વાસ છે. કાશ્મીરમાં શું થયું તે અંગે અમારી પાસે હવે જે વિગતવાર માહિતી છે તેના આધારે, અમે વાતચીત ચાલુ રાખી શકીએ છીએ...'

શશી થરૂરે શું કહ્યું?

કોલંબિયાએ પોતાનું અગાઉનું નિવેદન પાછું ખેંચવા અંગે, કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું, 'કોલંબિયાના નાયબ વિદેશ પ્રધાને ખૂબ જ નમ્રતાથી અમને કહ્યું કે તેઓએ તે નિવેદન પાછું ખેંચી લીધું છે જેના પર અમે ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓ આ બાબતે અમારી સ્થિતિને સંપૂર્ણપણે સમજે છે, જે અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે.'

શશિ થરૂરે કોલંબિયા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી

૨૨ એપ્રિલના રોજ પહેલગામ હુમલા બાદ આતંકવાદ સામેની લડાઈ પર ભારતના વલણને વ્યક્ત કરવા માટે ભારતીય સાંસદોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યું છે. સરહદ પારની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પાકિસ્તાનના સમર્થન અને આતંકવાદ પ્રત્યે ભારતના ઝીરો સહિષ્ણુતાના અભિગમને વ્યક્ત કરવા માટે થરૂર કોલંબિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુરુવારે કોલંબિયાની રાજધાનીમાં એક પત્રકાર પરિષદમાં, થરૂરે આતંકવાદ પર ભારતના વલણને વિસ્તૃત રીતે સમજાવ્યું, 'ઓપરેશન સિંદૂર' વિશે વાત કરી અને પહેલગામ આતંકવાદી હુમલા પર કોલંબિયાના પ્રતિભાવ પર નિરાશા વ્યક્ત કરી, તમને જણાવી દઈએ કે, શશી થરુરે અમેરિકામાં પણ ભારતનો મદબૂત રીતે પક્ષ રાખ્યો હતો.