Covid-19 in India: ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. શુક્રવારે, સમગ્ર ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 5,000 ને વટાવી ગઈ. રાજ્ય સરકારોએ કોરોના અંગે સલાહ આપવાનું શરૂ કર્યું છે. કેન્દ્રએ સુવિધા-સ્તરની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે મોક ડ્રીલનું પણ આયોજન કર્યું છે.
કોરોનાના કુલ એક્ટિવ કેસ 5,364
ભારતમાં હાલમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 5,364 છે. શુક્રવાર સુધીમાં, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4ના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કેરળ કોરોનાના સંદર્ભમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રહ્યું છે. તે પછી ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.
કેરળમાં 192 નવા કેસ
છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 192 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં 107, પશ્ચિમ બંગાળમાં 58 અને દિલ્હીમાં 30 કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોના સંક્રમણના 498 નવા કેસ નોંધાયા છે.
રાજયમાં પણ કોરોના ફૂંફાડો મારી રહ્યો છે. કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. નવા કેસ સહિત એક્ટિવ કેસની સંખ્યા 717 પહોંચી છે. એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં 3 ગણો વધારો થયો છે. રાજકોટમાં કોરોનાના નવ, સુરતમાં આઠ કેસ નોંધાયા છે. ભાવનગર-મહેસાણામાં નવા છ-છ કેસ નોંધાતા છે
દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા 592 પર પહોંચી
દિલ્હીમાં કોરોના ચેપના ૩૦ નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 592 થઈ ગઈ છે. 1 જાન્યુઆરીથી દિલ્હીમાં કોરોનાને કારણે સાત મૃત્યુ નોંધાયા છે. ગુરુવારથી કોઈ નવો મૃત્યુનો કેસ નોંધાયો નથી. કોવિડ-૧૯ કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 114 નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના 114 નવા કેસ નોંધાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા વધીને 1,276 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી વધુ એકનું મૃત્યુ નોંધાયું છે. આ સાથે મૃત્યુઆંક 18 થયો છે.