વેઈસબેડન પ્રોસિક્યુશનના કાર્યાલયે જણાવ્યું હતું કે, તેમણે આત્મહત્યા કરી લીધી હોય તેવું માનવામાં આવે છે. અમને આઘાત લાગ્યો છે, અમને આ ઘટના માનવામાં આવતી નથી. હેસે જર્મનીની આર્થિક રાજધાની ફ્રેન્કફર્ટનું ગૃહરાજ્ય છે.
શેફર છેલ્લા 10 વર્ષથી હેસ રાજ્યના નાણાં પ્રધાન હતાં અને કોરોનાની મહામારીની આર્થિક અસરને ખાળવા અને આ સ્થિતિમાં કંપનીઓ તથા કામદારોને મદદરૂપ બનવા દિવસ-રાત કામ કરી રહ્યા હતા.
તેમની કામ કરવાની તથા સતત ચિંતિત રહેવાની સ્થિતિને જોતાં અમે એવુ માની શકીએ છીએ કે, તે ઊંડા ડિપ્રેશનમાં જતાં રહ્યા હતા અને આ સંજોગોમાં આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. આ કપરા સમયમાં અમારે ખરેખર તેમના જેવા ઉમદા પ્રધાનની જરૂર છે.