નવી દિલ્હીઃ કોરોના વિરુદ્ધની લડાઇમાં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચેન પણ મદદે આવ્યા છે. આ બંન્નેએ નિર્ણય કર્યો છે કે તેઓ બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને 250 લાખ અમેરિકન ડોલર દાન આપશે જેથી કોરોના વાયરસ સામે ઝઝૂમતા લોકોને મદદ મળી શકે. નોંધનીય છે કે માર્ક અને તેમની પત્નીની સંસ્થાનું નામ ચૈન ઝૂકરબર્ગ ઇનિશિએટિવ છે. આ ફંડનો ઉપયોગ કોરોના વાયરસની સંભવિત સારવાર પર ખર્ચ કરવામાં આવશે.



ઝૂકરબર્ગની પત્ની પ્રિસિલા ચૈને એક નિવેદનમાં કહ્યું કે, મને ગેટ્સ ફાઉન્ડેશન કામ કરવામાં ગર્વ થઈ રહ્યો છે જેથી કોરોના વાયરસ સામે લડી શકાય. તે એવા ગ્રુપને ફંડ આપશે જે કોરોનાની દવા પર કામ કરતા હોય. કોઇ એક જ દવા પર કામ થઇ શકે છે જે અનેક બીમારીઓ વિરુદ્ધ કામ કરી શકે.

તેમણે કહ્યું કે, જે દવાઓની સ્ક્રીનિંગ થઇ ચૂકી છે તેને લઇ શકે છે. આ દવાઓ કોરોના વિરુદ્ધ લડવામાં સક્ષમ છે કે નહીં. સંસ્થાની સ્થાપના વર્ષ 2015માં કરવામાં આવી હતી.