દેશ | કેસ | મોત |
અમેરિકા | 532,879 | 20,577 |
સ્પેન | 163,027 | 16,606 |
ઈટાલી | 152,271 | 19,468 |
ફ્રાન્સ | 129,654 | 13,832 |
જર્મની | 125,452 | 2,871 |
ચીન | 82,052 | 3,339 |
બ્રિટન | 78,991 | 9,875 |
ઈરાન | 70,029 | 4,357 |
તુર્કી | 52,167 | 1,101 |
બેલ્જિયમ | 28,018 | 3,346 |
સ્વિત્ઝરલેન્ડ | 25,107 | 1,036 |
નેધરલેન્ડ | 24,413 | 2,643 |
કેનેડા | 23,318 | 653 |
બ્રાઝીલ | 20,962 | 1,140 |
પોર્ટુગલ | 15,987 | 470 |
ઓસ્ટ્રિયા | 13,806 | 337 |
રશિયા | 13,584 | 106 |
ઈઝરાયલ | 10,743 | 101 |
દક્ષિણ કોરિયા | 10,512 | 214 |
સ્વિડન | 10,151 | 887 |
આયરલેન્ડ | 8,928 | 320 |
ભારત | 8,446 | 288 |
ચીલી | 6,927 | 73 |
પેરુ | 6,848 | 181 |
અમેરિકામાં 24 કલાકમાં જ કોરોનાથી બે હજારનાં મોત, કોરોનાના કારણે મોતમાં દુનિયામાં નંબર વન, જાણો કુલ કેટલાનાં મોત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2020 10:02 AM (IST)
દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસે અમેરિકામાં કોહરામ મચાવી દીધો છે. અમેરિકા પ્રથમ એવો દેશ છે જ્યાં એક જ દિવસમાં કોરોનાની મહામારીથી બે હજારથી વધુ લોકોના મોત નિપજ્યાં હોય
NEXT
PREV
દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસે અમેરિકામાં કોહરામ મચાવી દીધો છે. અમેરિકા પ્રથમ એવો દેશ છે જ્યાં એક જ દિવસમાં કોરોનાની મહામારીથી બે હજારથી વધુ લોકોના મોત નિપજ્યાં હોય. મોત મામલે અમેરિકાએ ઈટલીને પણ પાછળ છોડી દીધું છે. હાલમાં વિશ્વમાં સૌથી વધુ મોત અને સંક્રમિત લોકોનીં સંખ્યા અમેરિકામાં છે.
જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલના આંકડા અનુસાર શનિવાર સવારે દેશમાં મૃતકોનો આંકડો 20,577 પર પહોંચી ગયો છે જે ઈટલી કરતા વધુ છે. ઈટલીમાં કોરોનાએ 19,468 લોકોનો ભોગ લીધો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 1,52,271 પર પહોંચી ગઈ છે.
અમેરિકામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 532,879 થઈ ગઈ છે. ન્યૂયોર્કમાં કુલ 1,80,548 લોકો કોવિડ-19થી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. ન્યૂયોર્કમાં આ વાયરસથી 8627 લોકોના મોત થયા છે. જ્યારે ન્યૂ જર્સીમાં 2,183 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 58 હજારથી વધુ સંક્રમિત છે.
વિશ્વભરમાં આ જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 17,54,362 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 1,07,030 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે સારા સમાચાર એ પણ છે કે 393,739 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે અને સાજા થઈ ગયા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા પ્રમાણે, 52 દેશોમાં કોરોના સામે લડાઈ લડી રહેલા 22 હજાર 73 સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમણનો ભોગ બન્યા છે. WHOના મતે સ્વાસ્થ્ય કર્મચારીઓને પુરતા પ્રમાણમાં સુરક્ષાના સાધનો આપવા જોઈએ. તેઓ માટે સારા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ.
યુરોપમાં કુલ કેસ 8.53 લાખ અને મૃત્યુઆંક 73 હજાર 625 નોંધાયો છે. એશિયાની વાત કરવામાં આવે તો, કુલ કેસ બે લાખ 87 હજાર 318 અને મૃત્યુઆંક 10 હજાર 600 સામે આવ્યા છે. પોઝિટિવ કેસની બાબતમાં ભારત એશિયામાં છઠ્ઠા નંબરે છે. ચીન, ઈરાન, તૂર્કી, ઈઝરાયલ અને દ. કોરિયામાં ભારત કરતા વધારે કેસ નોંધાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -