નવી દિલ્હીઃ કોરોના વાયરસથી દુનિયાભરના સ્થિતિ હાલ બેકાબુ થઇ ગઇ છે. મહામારીએ અમેરિકા સહિત દુનિયાભરના શક્તિશાળી દેશોની હાલત કડોફી કરી દીધી છે. ભારમતાં પણ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

આંકડા પ્રમાણે જોઇએ તો દુનિયામાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 1,03,141 પર પહોંચી ગઇ છે. કૉવિડ-19થી દુનિયાભરમાં 16 લાખથી વધુ લોકો સંક્રમિત છે, સૌથી વધુ અમેરિકા, ઇટાલી, ચીન અને સ્પેન સહિતના દેશો પ્રભાવિત છે.



અમેરિકાના ન્યૂયોર્ક શહેરોમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. શહેરને 30 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે. અહીં સ્કૂલ અને કૉલેજ સંપૂર્ણ રીતે બંધ છે. અમેરિકામાં કોરોનાના 5 લાખથી વધુ દર્દીઓ છે અને 18થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.



ભારતમાં જીવલેણ કોરોનાને ખતમ કરવા માટે લૉકડાઉનને વધારવાની સ્થિતિ પેદા થઇ છે. હાલ કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધીને 8356 પર પહોંચી છે, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી 273 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 715 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે.