સમગ્ર દુનિયામાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે ઈટલીમાં પણ મૃત્યુઆંક 13,000ને પાર પહોંચી ગયો છે. કુલ કેસની સંખ્યા 1 લાખ 5 હજારની પાર પહોંચી છે. આ સમયે આશ્ચર્યની વાત તો એ છે કે, ઈટલીના પૂર્વ વિસ્તારમાં આવેલું એક ગામ જ્યાં કોરોના વાયરસ ઘૂસી શક્યો નથી. ઈટલીનું ગામ મોંતાલ્દો તોરીનીઝ છે. અહીં કોરોનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. કહેવાય છે કે અહીંની હવા સ્વચ્છ છે અને સાથે જ અહીંનું પાણી જાદુઈ છે.

અહીંના લોકોનું માનવુ છે કે, ‘જાદુઈ પાણી’ ના કારણે કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. લોકોનું કહેવું છે કે, આ પાણીથી નેપોલિયન બોનાપાર્ટના સૈનિકોના ન્યુમોનિયા મટાડવામાં આવ્યા હતા. મોન્ટાલ્ડો ટોરીનીસ ગામ તુરીનથી લગભગ 19 કિલોમીટર દૂર છે. શનિવારે, તુરીનમાં કોરોના ચેપના લગભગ 3,658 કેસ નોંધાયા હતા. આ સાથે પાઈડમોન્ટ વિસ્તાર ખરાબ રીતે પ્રભાવિત છે અને 8,206 લોકો અહીં સંક્રમિત છે.

એવું માનવામાં આવે છે કે મોન્ટાલ્ડો ટોરીનીસ ગામમાં, 720 લોકોની વસ્તી સાથેનો કૂવાનું પાણી, નેપોલિયનની સેનાને ફરીથી પ્રાપ્ત કરવામાં મદદગાર સાબિત થયો હતો. પીડમોન્ટના મેયર સેરગેઈ જિયોટીએ જણાવ્યું હતું કે, અહીંની શુદ્ધ હવા અને કૂવાનું પાણી બધું સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયું છે. તેણે કહ્યું હતું કે, તે સંભવિત રીતે કૂવાના પાણીને કારણે થયું હતું.

તેમણે કહ્યું હતું કે, અહીંથી ઘણાં લોકો તુરીનમાં જાય છે, જ્યાં કોરોના રોગચાળો ફેલાયો છે, પરંતુ સ્વચ્છ હવા અને સ્વસ્થ જીવનશૈલીને કારણે અહીં કોરોના ફેલાયો નથી. તેમણે લોકોને જાગૃત કર્યાં હતા અને તમામ પરિવારોમાં માસ્કનું વિતરણ પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, મેં ગામના લોકોને રોજ હાથ સાફ કરવા અને લોકો સાથે સીધા સંપર્કમાં ન આવવા અંગે જાગૃત કર્યા હતાં આ ગામ આ ક્ષેત્રનો પ્રથમ વિસ્તાર છે, જ્યાં તમામ પરિવારોને માસ્ક વહેંચવામાં આવ્યા હતા.