સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના મામલાઓની સંખ્યા ગુરુવારે 10 લાખની પાર પહોંચી ગયો છે. જ્યારે 51 હજારથી પણ વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. બીજી બાજુ મહામારીથી સ્પેનમાં મૃતકોની સંખ્યા 10,000ને પાર પહોંચી ગઈ છે. યૂરોપમાં કોરોના વાયરસ સંક્રમણના પાંચ લાખથી વધુ કેસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને ચેતવ્યા છે કે, આગામી દિવસો બહુ જ ભયાનક હશે.



ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું હતું કે, અમેરિકા આ ખતરનાક વાયરસ, ખૂબ ખતરનાક વાયરસની વિરુદ્ધ ચાલુ રાખશે. બીજી તરફ, સ્પેનમાં સરકારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 950 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યાર બાદ મૃતકોની સંખ્યા 10,003 પહોંચી ગઈ છે.



નોંધનીય છે કે, મૈડ્રિડ સૌથી પ્રભાવિત ક્ષેત્ર છે જ્યાં 4,175 લોકોનાં મોત નિપજ્યાં છે અને 32 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સમગ્ર દુનિયામાં વાયરસના 10 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 51 હજારથી પણ વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. ઈટલી બાદ સ્પેનમાં આ વાયરસથી સૌથી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે.