વોશિંગ્ટનઃ અમેરિકામાં સિંગલ ડોઝવાળી જોનસન એન્ડ જોનસનની રસીના (Johnson & Johnson Covid-19 vaccine) વપરાશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમેરિકન સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, આ રસીના વપરાશથી કેટલાક ગંભીર ખતરા સામે આવ્યા છે. સિંગલ ડોઝ વાળી આ વેક્સિન લીધા બાદ અમેરિકાની કેટલીક મહિલામાં બ્લડ ક્લોટ (લોહી જામી જવું)ની સમસ્યા આવી છે.
ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશનની તપાસમાં સામે આવ્યું કે લોહી જામી ગયા બાદ આ મહિલાઓમાં પ્લેટલેસટ્સ કાઉંટ પણ ઝડપથી ઘટવા લાગ્યું. જે બાદ આ મહિલાઓને બ્લડ ક્લોટ (blood clots) માટે સાધારણ ઉપચાર કરવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન બ્લડ થિનર હેપરિન ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું.
અમેરિકામાં જોનસન એન્ડ જોનસનની 68 લાખ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. જોકે આ ડોઝમાં મોટાભાગમાં કોઈ સાઈડ ઈફેક્ટ નથી જોવા મળી. યૂએસ ફેડરલ ડિસ્ટ્રીબ્યૂટર ચેનલ અને માસ વેક્સીનેશન સાઇટમાં જોનસન એન્ડ જોનસનની વેક્સીના ઉપયોગ પર રોક લગાવી દેવાયો હતો.
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં જોનસન એન્ડ જોનસનની આ રસીને ઈમરજન્સી વપરાશને મંજૂરી મળી હતી. સિંગલ ડોઝ હોવાના કારણે લોકોમાં ખૂબ માંગ હતી. તેનાથી રસીકરણ અભિયાનમાં વેગ આવવાની વાત કરાઈ હતી. જોકે અત્યાર સુધીમાં ખૂબ ઓછા લોકોને આ રસી આપવામાં આવી છે. ગત સપ્તાહે કંપની ઉત્પાદનમાં તેજી લાવી હતી. કારણકે કંપનીએ સરકારને મે સુધીમાં 10 કરોડ ડોઝ આપવાનો ભરોસો આપ્યો છે.
Gujarat Lockdown: ગુજરાતમાં લોકડાઉનના ભણકારા, આજે થશે ફેંસલો
Rajkot: યુવતી નાઈટ કરફ્યુનો ભંગ કરીને નિકળી પડી રસ્તા પર ને કરી એવી હરકત કે ચોંકી જશો, જુઓ તસવીરો