FDA Approved Vaccine For Children 5 to 11 Years: અમેરિકામાં હવે 5 થી 11 વર્ષ સુધીના બાળકોને પણ કોરોના રસી આપવામાં આવશે. શનિવારે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ પ્રશાસને બાળકોની રસીને મંજૂરી આપી છે. ફાઇઝર બાયોટેક અમેરિકામાં 5-11 વર્ષના બાળકોને રસી આપવાની મંજૂરી મેળવનારી પ્રથમ કંપની બની છે.
અમેરિકામાં 60 લાખથી વધુ બાળકો સંક્રમિત
આ મંજૂરી બાદ ફાઇઝર બાયોટેકે કહ્યું કે, વેક્સિનના બે ડોઝ બાળકોને 21 દિવસના અંતરે અપાશે. ફાઇઝરના ચીફ ઓફિસર અલ્બર્ટ બોલાએ કહ્યું, અમેરિકમાં 60 લાખથી વધારે બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ ઉપરાંત નાની ઉંમરના યુવાનો પણ આ મહામારીની ઝપેટમાં આવ્યા છે. વેક્સિન આવવાથી બાળકોને સુરક્ષા મળશે અને આ જંગમાં પોતાની મોટી ભૂમિકા ભજવશે. આ વેક્સિનથી અમે બાળકો, તેમના પરિવારજનો અને સમાજની સુક્ષા કરી શકીશું.
કોરોનાથી બાળકો પર પડ્યો ખરાબ પ્રભાવ
યુએસએફડીએના ચીફ ડોક્ટર પીટરે કહ્યું કે, કોરોના મહામારીના કારણે માત્ર આર્થિક નુકસાન જ નહીં પણ સામાજિક નુકસાન પણ થયું છે. બાળકો પર મહામારીનો ખરાબ પ્રભાવ પડ્યો છે. મહામારીથી બાળકોએ શારીરિક વિકાસની સાથે સાથે સામાજિક વિકાસ પણ અવરોધ્યો છે. ઉલ્લ્ખનીય છે કે 5 થી 11 વર્ષના આશરે 70 ટકા સંક્રમિત બાળકોએ કોરોના મહામારીમાં ગંભીર લક્ષણોનો સામનોકરવો પડ્યો છે. ઉપરાંત અસ્થમા અને મેદસ્વીતા જેવી બીમારીના પણ શિકાર બન્યા છે.
અમેરિકન સાંસદે મહિલાને ઘરમાં કોફી પીવા બોલાવીને અચાનક.....
અમેરિકાના પૂર્વ વિદેશી મંત્રી હિલેરી ક્લિન્ટનના વિશ્વાસુ સહાયક તરીકે કામ કરનારી મહિલા અધિકારી હુમા આબદીને એક અમેરિકન સાંસદ ઉપર આરોપ લગાવ્યો હતો કે સાંસદે તેને ઘરે કોફી પીવા બોલાવ્યા પછી અચાનક કિસ કરી લીધી હતી. જોકે, હુમાએ સાંસદનું નામ જાહેર કર્યું ન હતું. હિલેરી ક્લિન્ટનની ખૂબ જ વિશ્વાસુ સહાયક ગણાતી હુમા આબદીને તેના પુસ્તકમાં દાવો કર્યો છે કે એક અમેરિકન સાંસદે તેના ઘરે કોફી પીવા માટે બોલાવી હતી અને પછી અચાનક કિસ કરી લીધી હતી. અચાનક સાંસદના આવા વર્તનથી તે હેબતાઈ ગઈ હતી. જોકે, સાંસદે એ પછી તુરંત માફી માગી હતી. અનેક વખત માફી માગ્યા પછી એ ઘરે જતી રહી હતી.