નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રશિયાએ કોરોનાની રસી બનાવી લીધી છે અને વિશ્વના ઘણા દેશો કોરોના રસી બનાવવામાં લાગ્યા છે. આ દરમિયાન માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિગ ગેટ્સે મોટું નિવેદન આપ્યું છે.


તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, આગામી વર્ષે પ્રથમ ત્રિમાસિક સુધી કોવિડ-19ની ઘણી રસી અંતિમ તબક્કામાં હશે. ભારત એક અગ્રણી રસી ઉત્પાદક દેશ છે. કોવિડ-19 રસીના ઉત્પાદન માટે ભારતના સહયોગની જરૂર છે. ભારતથી શક્ય તેટલી વહેલી રસી આપણને મળે આપણે બધા ઈચ્છીએ છીએ.



દેશમાં છેલ્લા 24 કલાકમાં 83,809 નવા કેસ સામે આવ્યા છ. આ પહેલા 11 સપ્ટેમ્બરે રેકોર્ડ 97,570 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 1054ના મોત થયા છે. દેશમાં 2 સપ્ટેમ્બરથી દરરોજ એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખ 30 હજાર થઈ ગઈ છે. તેમાંથી 80,776 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 90 હજાર થઈ ગઈ છે અને 38 લાખ 59 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે.