નવી દિલ્હીઃ કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. આ દરમિયાન અનેક દેશો રસી શોધવમાં લાગ્યા છે. સાઉદી અરબમાં કોવિડ-19 વેકસીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવા જઈ રહ્યું છે. ત્રીજા તબક્કાનું પરીક્ષણ 18 વર્ષથી ઉપરના 5 હજાર વોલેંટિયર પર કરાશે. વર્તમાનમાં રિયાદ, દમ્મામ અને મક્કામાં વેક્સીનના પરીક્ષણની યોજના છે.
વોલેંટિયરના બે ગ્રુપ પાડવામાં આવશે. જેમાં એક ગ્રુપને ઓછો ડોઝ અપાશે, જ્યારે બીજા ગ્રુપને Placebo અપાશે. વેક્સીનને ચાઇનીઝ કંપની CanSino Biologics Inc તથા સૈન્ય અનુસંધાન યુનિટના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરવામાં આવી છે. સંશોધનકર્તાએ કહ્યું CanSinoની રસી સુરક્ષિત સાબિત થઈ છે અને ઈમ્યુન રિસ્પોન્સ પ્રેરિત કરવામાં સપળતા મળી છે.
ચીનમાં CanSinoની Ad5-nCov માનવ પરીક્ષણના તબકકા સુધી પહોંચનારી પ્રથમ રસી હતી. Ad5-nCovના પ્રથમ તબક્કાનું માનવ પરીક્ષણ 27 માર્ચે 108 વોલેંટિયર પર કરવામાં આવ્યું હતું. જ્યારે 11-16 એપ્રિલ સુધી ચાલેલા બીજા તબક્કાના માનવ પરીક્ષણમાં 603 વોલેંટિયરને સામેલ કરવામાં આવ્યા હતા. જોકે બંને તબક્કાના પરીક્ષણમાં કેટલીક આડઅસર જોવા મળી હતી. પરીક્ષણ પ્રગતિના મુકાબલે આ વેક્સીન Sinovac Biotech અને Sinopharm ની વેક્સીનથી પાછળ રહી ગઈ હતી. Sinovac Biotech અને Sinopharmની વેક્સીનને પહેલા જ ત્રીજા તબક્કાના માનવ પરીક્ષણની મંજૂરી મળી ગઈ છે.
Corona Vaccine: સાઉદી અરબમાં વેક્સીનના માનવ પરીક્ષણના ત્રીજા તબક્કાની તૈયારી શરૂ, જાણો કેટલા લોકો થશે સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Aug 2020 11:37 AM (IST)
ત્રીજા તબક્કાનું પરીક્ષણ 18 વર્ષથી ઉપરના 5 હજાર વોલેંટિયર પર કરાશે. વર્તમાનમાં રિયાદ, દમ્મામ અને મક્કામાં વેક્સીનના પરીક્ષણની યોજના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -