ટ્રમ્પ તંત્ર દ્વારા એચ-1બી વીઝા ધરાવતાં હોય અને અમેરિકામાં તાત્કાલિક જરૂર હોય તેવા વરિષ્ઠ મેનેજરો, ટેકનોલોજી એક્સપર્ટ અને અન્ય શ્રમિકોને પણ યાત્રા કરવાની મંજૂરી આપી છે.અમેરિકાની આર્થિક હાલત સુવિધાજનક બનાવવા માટે આ છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ-19 મહામારીના પ્રભાવને ઓછો કરવા સ્વાસ્થ્ય સેક્ટરમાં કાર કરતાં વિદેશી લોકોને પણ અમેરિકા આવવા મંજૂરી આપી છે.
થોડા દિવસો પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોજગારા આધારિત અનેક અમેરિકન વીઝા પ્રોગામ પર કામચલાઉ રોક લગાવી દીધી હતી. કોરોના વાયરસથી ફેલાયલી કોવિડ-19 મહામારી વચ્ચે આ ફેંસલાથી અમેરિકામાં નોકરી કરવાની આશા રાખતા હજારો લોકોની આશાને મોટો ફટકો લાગ્યો હતો.