ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતાં અઝારે કહ્યું, હાલ તેનું સુરક્ષિત અને પ્રભાવી હોવું તથા ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી મંજૂરી મળવી જરૂરી છે. ફાઇઝર ઈન્ટરનેશનલ અને બાયોએનટેક એસઈએ અલગ અલગ જાહેરાત કરી છે કે અમેરિકાના સ્વાસ્થ્ય એને માનવ સેવા વિભાગ તથા રક્ષા વિભાગે બંને કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી રહેલી રસી ખરીદવા માટે સમજૂતી કરી છે.
સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના જણાવ્યા મુજબ, આ સમજૂતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓપરેશન રેપ સ્પીડ વેક્સીન પ્રોગ્રામ અંતર્ગત આવે છે. આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કોવિડ-19ની એકથી વધારે રસી વિકસિત કરવામાં આવી રહી છે. તેનો લક્ષ્ય જાન્યુઆરી 2021 સુધી કોવિડ-19ની રસીને સુરક્ષિત અને પ્રભાવી 30 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાનો છે. એફડીએની મંજૂરી મળ્યા બાદ અમેરિકા રસીના પ્રથમ 10 કરોડ ડોઝ માટે કંપનીને 1.95 અબજ અમેરિકન ડોલરની ચુકવણી કરશે.
કોરોના વાયરસનો સૌથી વધારે કહેર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં છે. એટલું જ નહીં દુનિયામાં સૌથી ઝડપથી કોરોના સંક્રમિતોની સંખ્યા પણ અહીં વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 71,967 નવા મામલા આવ્યા છે અને 1205 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 41 લાખને પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 1,46,136 પર પહોંચી છે.