રશિયાની સેચેનોવ યુનિવર્સિટીનો દાવો છે કે તેમણે કોરોના વાયરસની વેકસીન તૈયાર કરી લીધી છે. યુનિવર્સિટીના કહેવા મુજબ વેક્સીનના તમામ પરીક્ષણો સફળતાપૂર્વક સંપન્ન કરી લીધા છે. જો દાવો સાચો સાબિત થશે તો કોરોના વાયરસની આ પ્રથમ વેક્સીન હશે.
ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સલેશન મેડિસિન એન્ડ બાયોટેકનોલોજીના ડાયરેક્ટર વિદિમ તારસોવે કહ્યું, યુનિવર્સિટીએ 18 જૂને રશિયાની ગેમલી ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા નિર્મિત રસીનું પરીક્ષણ શરૂ કર્યુ હતું. તારાસોવે કહ્યું, સેચેનોવ યુનિવર્સિટીએ કોરોના વાયરસ સામે વિશ્વની પ્રથમ રસીનું સ્વયંસેવકો પર સફળતાપૂર્વક પરીક્ષણ પૂરું કરી લીધું છે.
સેચનોવ યુનિવર્સિટીમાં ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ પેરાસિટોલોજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર બોર્ન ડિઝીઝના ડાયરેકટર એલેકઝેંડર લુકાશેવ મુજબ, રિસર્ચનો હેતુ માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે કોવિડ-19ની વેક્સીનને સફળતાપૂર્વક તૈયાર કરવાનો હતો. સુરક્ષાની દ્રષ્ટિએ વેક્સીનના તમામ પાસાની તપાસ કરવામાં આવી છે. લોકોની સુરક્ષા માટે આ વેક્સીન ટૂંક સમયમાં બજારમાં મૂકવામાં આવશે.
તારસોવના કહેવા મુજબ, યુનિવર્સિટી મહામારીની સ્થિતિમાં ડ્રગ્સ જેવા મહત્વપૂર્ણ અને જટિલ ઉત્પાદનના નિર્માણમાં પણ સક્ષમ છે. ટ્રાયલમાં સ્વયંસેવકોના બીજા ગ્રુપને 20 જુલાઈએ રજા આપવામાં આવશે.