નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાનો કહેર અટકવાનુ નામ નથી લઇ રહ્યો, કોરોનાથી ચીનમાં અત્યાર સુધી 490 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 24 હજારથી વધુ કેસો કન્ફોર્મ થયા છે. ત્યાં ફક્ત મંગળવારે 65 લોકોના મોત થયા હતા. આ બધા મોત હુબેઇ પ્રાંતના વુહાનમાં થયા હતા.


દુનિયાભરમાં ફેલાતા કોરોના વાયરસને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પહેલા જ ઇન્ટરનેશનલ હેલ્થ ઇમર્જન્સીની જાહેરાત કરી ચૂક્યુ છે. કેટલાય દેશોએ ચીન માટે ફ્લાઇટો રદ્દ કરી દીધી છે.

કોરોના વાયરસના કારણે ચીનમાં સતત મોતનો આંકડો વધી રહ્યો છે. સોમવારે એજન્સી પીટીઆઇએ ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓના હવાલાથી જણાવ્યુ કે, અત્યાર સુધી અહીં 490 લોકોના મોત થઇ ચૂક્યા છે અને કન્ફોર્મ કેસ 24324 સુધી પહોંચ્યા છે. આમાં 3,887 કન્ફોર્મ કેસ મંગલવારે સામે આવ્યા છે.

ચીનના હુબેઇ પ્રાંત કોરોનાનુ કેન્દ્ર બન્યુ છે. મંગળવારે બધા 65 મોત હુબેઇના વુહાનમાં થયા છે. મંગળવારે 431 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી છે, અને 262 લોકોને હૉસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 1.85 લાખ લોકો મેડિકલની તપાસ હેઠળ છે.