વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે બે સપ્તાહ સુધી ચાલેલી ટ્રાયલ બાદ મહાભિયોગમાંથી મુક્તિ મળી ગઈ છે. રિપબ્લિકનની બહુમતવાળા સેનેટની શક્તિનો દુરુપયોગના આરોપને 52-48ના અંતરથી ફગાવી દેવામાં આવ્યો. જ્યારે સંસદની કાર્યવાહી અવરોધવાના આરોપને 53-47 વોટના અંતરથી મુક્ત જાહેર કરાયો હતો.


52 રિપબ્લિકને સત્તાના દુરુપયોગના આરોપથી મુક્ત કરવાના પક્ષમાં વોટ આપ્યો હતો. જ્યારે 47 ડેમોક્રેટેસે તેમને દોષી ગણાવ્યા અને પદથી હટાવવા માટે વોટ આપ્યા. એકમાત્ર રિપલ્બિકન સેનેટર મિટ રોમનીએ સત્તાના દુરુપયોગના આરોપ પર ટ્રમ્પ વિરુદ્ધ વોટ આપ્યો.


અમેરિકન રાષ્ટ્રપતિની સેનેટમાં મહાભિયોગના કેસમાં જીત નક્કી માનવામાં આવતી હતી. ટ્રમ્પ સામે ભ્રષ્ટાચારના આરોપની તપાસ બાદ ડેમોક્રેટિક પાર્ટીના બહુમતવાળા નીચલા ગૃહમાં પદના દુપુપયોગ અને કોંગ્રેસ (સંસદ)ની કાર્યવાહીમાં અવરોધ નાંખવાનો અભિયોગ રાષ્ટ્રપતિ પર લગાવ્યો હતો. સેનેટમાં મહાભિયોગ ફગાવ્યા બાદ ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વમાં ચાલી રહેલી તપાસ પૂરી નહીં થાય.


સર્વેક્ષણ એજન્સી ગેલપ મુજબ ટ્રમ્પને પૂરા કાર્યકળમાં 50 ટકા સમર્થન મળ્યું નહોતું પરંતુ અમેરિકામાં થયેલા રાજકીય ધ્રુવીકરણથી મહાભિયોગ પર ફેંસલો આવવાની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિને 49 ટકા લોકોનું સમર્થન મળ્યું હતું.


IND v NZ: પ્રથમ વન ડેમાં કોહલીએ આ રીતે આઉટ કર્યો હેનરી નિકોલસને, ICCને યાદ આવી જોન્ટી રોડ્સની