China Covid-19 Bioweapon: ભલે દુનિયાભરમાં કોરોના રોગચાળો (કોવિડ-19 રોગચાળો) ખતમ થવાના આરે હોય પરંતુ આ રોગચાળો એટલો ભયાનક અને રહસ્યમય સાબિત થયો છે કે, તેની ઉત્પત્તિ ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય બની રહી છે. સૌપ્રથમ તો આ રોગચાળાએ ચીનના લોકોને ચેપ લગાવ્યો અને ત્યાર બાદ ગણતરીના દિવસોમાં તે દુનિયાના મોટા ભાગના દેશોમાં ફેલાઈ ગયો. વિશ્વના ઘણા સંશોધકોએ આ રોગચાળા માટે ચીન પર આંગળી ચીંધી તો વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ કોરોના (COVID-19 ઓરિજિન્સ)નું મૂળ શોધવા માટે એક ટીમ ચીન મોકલી. જો કે, ચીને તમામ આરોપોને ફગાવી દીધા હતા. ચીનના ઘણા અધિકારીઓએ તો ત્યાં સુધી કહ્યું કે કોરોના અમેરિકાથી ફેલાયો છે.
પરંતુ આ વખતે તો ચીનના ઘરમાંથી જ કોરોનાનો જે દાવો વધુ વિશ્વાસપાત્ર ગણી શકાય. કારણ કે ચીનના વુહાનના એક સંશોધકે દાવો કર્યો છે કે, ચીને જાણીજોઈને કોરોના વાયરસને "બાયોવેપન" તરીકે તૈયાર કર્યો હતો. જાહેર છે કે, વુહાન લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાની થિયરી અનેકવાર સામે આવી ચુકી છે. હવે વુહાન લેબમાં જ કામ કરતા સંશોધકે કરેલા દાવાએ ચીનને બરાબરનું ગાળિયામાં લીધું છે. આ ચોંકાવનારો દાવો ચાઓ શાન દ્વારા ઇન્ટરનેશનલ પ્રેસ એસોસિએશનના સભ્ય જેનિફર ઝેંગ સાથેની એક એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુમાં કરવામાં આવ્યો હતો, જેઓ ચીન અને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ની સીધી જાણકારી ધરાવે છે અને તેની આંતરિક બાબતો પર નજર રાખે છે. ચાઓએ કહ્યું હતું કે, તેમને અને તેમના સાથીદારોને મનુષ્યો સહિત વિવિધ જીવોમાં ફેલાતા સૌથી અસરકારક તાણને ઓળખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ આખું ઈન્ટરવ્યુ જેનિફરે તેના બ્લોગ પર પોસ્ટ કર્યું છે.
ચીની વાઈરોલોજી સંશોધક ચાઓનો ખુલાસો
ઈન્ટરનેશનલ પ્રેસ એસોસિએશનની સભ્ય જેનિફર ઝેંગે પણ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં માનવાધિકાર કાર્યકર્તાએ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીના સંશોધક ચાઓએ તેને જે કહ્યું તે વર્ણવ્યું છે. જેનિફરના બ્લોગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઇન્ટરવ્યુ સપ્ટેમ્બર 2021માં લેવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, ચાઓને 2019માં નાનજિંગ શહેરમાં તેના ઉપરી દ્વારા કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા. આ ચાર સ્ટ્રેઈન એટલે આપવામાં આવ્યા હતાં કે, તેમાં સૌથી વધુ વાયરલ અને ચેપી કયો છે.
વર્લ્ડ મિલિટરી ગેમ્સ-2019 દરમિયાન કરાયા હતાં ખતરનાક પ્રયોગો
ચાઓએ માનવ ACE2 રીસેપ્ટર, ચામાચીડિયા અને વાંદરાઓ પર વાયરસનું પરીક્ષણ કર્યું હતું. ચાઓએ કોરોના વાયરસને "બાયોવેપન" પણ કહ્યો છે જેનો અર્થ જૈવિક શસ્ત્ર છે. તેણે 26 મિનિટની મુલાકાતમાં એ પણ જણાવ્યું કે, વુહાનમાં આયોજિત વર્લ્ડ મિલિટરી ગેમ્સ-2019 દરમિયાન તેના ઘણા સાથીદારો ગુમ થઈ ગયા હતા. પાછળથી તેમાંથી એકે ખુલાસો કર્યો હતો કે, તેઓને એવી હોટલોમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં વિવિધ દેશોના એથ્લેટ્સ "સ્વાસ્થ્ય અથવા સ્વચ્છતાની સ્થિતિ તપાસવા" માટે રોકાયા હતા. વાઇરોલોજિસ્ટને સ્વચ્છતા માટે તપાસ કરવાની જરૂર ન હોવાથી ચાઓ શાનને શંકા છે કે, તેમને વાયરસ ફેલાવવા માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા. જોકે, ચાઓના દાવા પર ટિપ્પણી કરતા જેનિફરે કહ્યું હતું કે, આ ઘટના સમગ્ર કોયડાનો માત્ર એક નાનકડો ભાગ છે.
આજે પણ આ રોગચાળો તપાસનો વિષય
અત્યાર સુધી રોગચાળાનું સાચું મૂળ, જેણે વિશ્વભરમાં લગભગ 7 મિલિયન કે તેથી વધુ લોકોના મોત નીપજ્યાં છે તે હજુ પણ તપાસનો વિષય છે.