ઈરાનના સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું હતું કે કુલ 12 લોકોનુ કોરોના વાયરસના લીધે મૃત્યુ થયું છે જ્યારે 47 કેસ સામે આવ્યા છે. મંત્રી અસદ્દોલ્લાહ અબ્બાસીએ એક ન્યૂઝ એઝન્સીને આ માહિતી આપી હતી.
અફઘાનિસ્તાનના પબ્લિક હેલ્થ મિનિસ્ટર ફિરોઝુદ્દીન ફિરોઝે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. અત્યારે હેરાત પ્રાંતમાં ત્રણ શંકાસ્પદ કેસની તપાસ ચાલી રહી છે.
ઈરાકે કુવૈતથી જોડતી સફવાન બોર્ડરને બંધ કરી હતી. કોરોના વાયરસના ખતરાને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે કુવૈત તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઈરાનથી આવેલા ત્રણ લોકોનો કેસ પોઝિટીવ આવ્યો છે. ઈરાનથી આવતા લોકો પર પણ ઈરાકે પ્રતિબંધ લગાવ્યો છે.