નવી દિલ્હીઃ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે સોમવારે પોતાનું રાજીનામું દેશના રાજાને સોંપ્યું હતું. વડાપ્રધાન ઓફિસે આ જાણકારી આપી હતી. વિશ્વના સૌથી ઉંમર ધરાવતા નેતા 94 વર્ષના મહાતિરે તેમના હરિફો દ્ધારા સરકાર પાડવા અને  વડાપ્રધાન બનવા જઇ રહેલા અનવર ઇબ્રાહિમને પદગ્રહણ કરતા રોકવાના પ્રયાસો  બાદ આ  નિર્ણય લીધો હતો. આ ચોંકાવનારા નિર્ણય અગાઉ 24 કલાક સુધી રાજકીય નાટક ચાલ્યું જેમાં અનવરે  પોતાને પૈક્ટ ઓફ હોપ ગઠબંધનના હરિફ અને વિપક્ષી નેતા નવી સરકાર બનાવવાના  પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ ગઠબધનને 2018માં ચૂંટણીમાં  ઐતિહાસિક જીત મળી હતી.નોંધનીય છે કે મહાતિર કાશ્મીર પર પોતાના વિરોધ અને પાકિસ્તાનને સમર્થન આપવા માટે ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા.

રિપોર્ટ અનુસાર, ગઠબંધન મહાતિરના સંભવિત ઉત્તરાધિકારી અનવરને બહાર કરવાની  યોજના બનાવી રહ્યું હતું અને તેમની પાર્ટીના મોટાભાગના સાંસદ કોઇ પણ સમયે તેમને વડાપ્રધાન બનવામાં અડચણ ઉભા કરતા. અનવર અને  મહાતિર વચ્ચે સંબંધ સારા નથી પરંતુ 2018માં ચૂંટણી અગાઉ તેમની વચ્ચે મિત્રતા થઇ હતી.

મહાતિરે તેમના પૂર્વ દુશ્મને સત્તા સોંપવાની  વાત અનેકવાર દોહરાવી હતી. જોકે, સોમવારે સવારથી પ્રયાસ વિફલ રહ્યા બાદ જ્યારે તેમના કાર્યાલયે જાહેરાત કરી હતી કે મહાતિરે મલેશિયાના વડાપ્રધાન તરીકે બપોરે એક વાગ્યે રાજાને પોતાનું રાજીનામું સોંપ્યું  હતું. અનવર રાજા સાથે મુલાકાત કરશે.